હાઇકોર્ટે રાજય સરકાર અને કચ્છ કલેક્ટરની ભારે ટીકા કરતાં જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય કોઇપણ રીતે યોગ્ય કે વાજબી જણાતો નથી. કલેક્ટર દ્વારા જે કંઈ પણ કરવામાં આવ્યું છે, તે ગેરકાયદેસર છે.
Ahmedabad News: કચ્છના મુંદ્રા તાલુકાના નવી નાળ ગામની ગૌચરની કિંમતી જમીન ગુજરાત સરકાર દ્વારા અદાણી જૂથને સેઝ(એસઇઝેડ) માટે આપવાના વિવાદમાં હવે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી થઈ હતી. જેમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકાર અને કચ્છ કલેકટરના નિર્ણયને લઇ ભારે આશ્ચર્ય વ્યકત કર્યું હતું અને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
મહત્ત્વનું છે કે, હાઇકોર્ટે રાજય સરકાર અને કચ્છ કલેક્ટરની ભારે ટીકા કરતાં જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય કોઇપણ રીતે યોગ્ય કે વાજબી જણાતો નથી. કલેક્ટર દ્વારા જે કંઈ પણ કરવામાં આવ્યું છે, તે ગેરકાયદેસર છે.
હાઈકોર્ટે કહ્યું હતું કે, "તમે ગામની ગૌચરની જમીન કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો..? ગૌચરની જમીન આપો તો પણ સામે વૈકલ્પિક ગૌચરની જમીન ઉપલબ્ધ કરાવવી જોઇએ." હાઇકોર્ટે સરકારપક્ષને એટલે સુધી ગંભીર ટકોર કરી હતી કે, "તમે ગુજરાત સરકારના પ્રતિનિધિ છો, તમે અદાણીની વકીલાત ના કરો. તમારે તમારી (સરકારની) નીતિનું પાલન કરવું જોઈએ અને જો ભૂલ થઈ હોય તો સુધારવી જોઇએ."
No comments:
Post a Comment