ગુજરાતમાં ગૌચર જમીન, ખનીજ નીલીઝો, અને લીઝ ધારકો: સત્ય સામે તથ્યો - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, June 22, 2024

ગુજરાતમાં ગૌચર જમીન, ખનીજ નીલીઝો, અને લીઝ ધારકો: સત્ય સામે તથ્યો

 



"ગુજરાતમાં ગૌચર જમીન, ખનીજ નીલીઝો, અને લીઝ ધારકો: સત્ય સામે તથ્યો"

"ગૌચર જમીનના સત્યને ઉજાગર કરતી એક ઝાંખી"

"જોહાર મિત્રો! તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગુજરાતની ગૌચર જમીન, ખનીજ નીલીઝો, અને લીઝ ધારકો વિશે. આ વિષય ખૂબ જ મહત્વનો છે, અને એ માટે આજે આપણે બધા સત્યો ઉજાગર કરીશું. તો ચાલો, આ સફર શરૂ કરીએ."


ગૌચર જમીનનું

"મિત્રો, ગૌચર જમીન એ આપણા પશુઓ માટે મહત્વની છે. આ જમીન પર પશુઓ ચરણ કરવાનું અને આરામ કરવા માટેનું સ્થાન છે. આ સિવાય, આ જમીન સમાજના સૌના માટે પણ ઉપયોગી છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં."


આદિવાસી વિસ્તારોમાં આદિવાસી ખેતીની સાથે સાથે પશુપાલન નો પુરક ધંધો પણ આવક માટે કરતા હોય છે. ખાણ ખનીજ વિભાગ જયારે આવીરીતે આદિવાસી વિસ્તારોમાં "ગૌચર" ની જમીનો માં લીઝો ફાળવી દે તે કેટલું યોગ્ય કહેવાય? 


ગૌચર જમીનના નિયમો અને કાયદા, સુપ્રીમ કોર્ટના

"ગુજરાતમાં ગૌચર જમીનના કાયદા ખૂબ સ્પષ્ટ છે. સરકાર ગૌચર જમીનને કાયમી, લીઝ પર  કે ભાડા પટે આપાતી નથી.

 “ગૌચર” ની જમીન બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ ના તા. 28/01/2011 ના ચુકાદા અને


ગુજરત સરકારની તા. 01/04/2015 થી લાગુથાયેલ ગૌચર નીતિ (ગૌચરની જમીનના વ્યવસ્થાપન કરવા અંગેની નીતિ) સ્વયં સ્પષ્ટ છે.


તેમ છતાં લાગુ અધિકારીઓ દ્વારા જેતે સમયે અપાયેલ ખનીજ ની લીઝો રદ કરવા કોય કાર્યવાહી કરવામાં આવી નથી.

કે GMMCR 2017 મુજબ સપ્લીમેન્ટરી ડીડ લીઝ ધારકને કરી આપેલ નથી.


2019 માં વિકાસ કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં ગૌચર જમીન પર દબાણ દૂર કરવાની સત્તા ગ્રામ પંચાયતને આપવામાં આવી છે."


અત્યારેજ નામદાર ગુજરારત હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારની અદાણી ને અપાયેલ જમીન બાબતે ઝાટકણી કરવામાં આવી છે. કે “અદાણીના વકીલ હોય એમ નવ્રતો “


જયારે લીઝોના કિસ્સામાં એમ છે કે જેતે વખતે કલેકટર દ્વારાજ લીઝ ધારકોને “ગૌચર જમીન” માં લીઝો મંજુર કરી આપવામાં આવેલ છે.


જેથી ગ્રામ પંચાયત ના સરપંચ કે તલાટી ગૌચર ની જમીન માં ફળવાયેલ લીઝ માટે કશું કરી સકે નઈ. જોકે આ તબક્કે એપણ જોવું જરૂરી છે કે લીઝ ફાળવણી કે રીન્યુઅલ સમયે ગ્રામ સભાનો ઠરાવ આપવામાં આવેલ છે કે કેમ?


જોકે ગૌચર ની જમીન માં અપાયેલ ખનીજ ની લીઝો લાગુ કલેકટરે તાત્કાલિક ધોરણે રદ કરી આ ગૌચર ની જમીનો પંચાયત ને હસ્તક પરત આપવામાં આવે તો પંચાયત તેને સાચવી સકે. પરંતુ ગ્રામ સભાએ જો કોઈ ઠરાવ કરેલ ના હોય તો પંચાયત ની જવાબદારી બને છે.


ખનીજ માટેના કાયદાકીય કાર્યવાહી અને સુપ્રીમ કોર્ટના ચુકાદા

"2011 માં સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે ગૌચર જમીનનો ખોટો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. આ જમીનનાં વિવાદો વધુ ન વધી શકે તે માટે તાત્કાલિક કાયદાકીય પગલાં લેવાની જરૂર છે."

 "સુપ્રીમ કોર્ટના આ ચુકાદા અને 2015 ની ગૌચર નીતિ અંતર્ગત આ જમીનને સુરક્ષિત રાખવાની મહત્વતા છે."


પર્યાવરણ મંજુરી અને આરોગ્ય

હવે આ ગૌચન ની જમીન માં ચાલતી ખનીજ ની લીઝો માટે પર્યાવરણ મંજુરી મળેલ છે કે કેમ તે પણ તપાસવું જરૂરી છે?


પર્યાવરણ મંજુરી જો જીલ્લા કક્ષાએ આપવા માં આવી છે, તો તે નેશનલ ગ્રીનટ્રીબ્યુનલ ના ચુકાદાના કારણે અત્યારે રદ કરી દેવામાં આવી છે.


જયારે રાજ્ય કક્ષાએ જે ગૌચર ની જમીન માં પર્યાવરણ મંજુરી આપવામાં આવી છે તેની વાત કરીએ...


તો નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ, ગૌચર નીતિ અને ફોરેસ્ટ ના કાયદાઓ અનુસંધાને આ ગૌચર ની જમીનોમાં આવેલ ખનીજ ની લીઝો માટે પર્યાવરણ મંજુરી આપી સકાય નઈ.


એટલે અહિયાં થયા છે ખેલ જેમાં Modus Operandi જે ઉપયોગ માં લેવામાં આવી છે તે સમજીએ.


મોટા ભાગની લીઝો 1970-2000 સુધીમાં મંજુર કરવામાં આવી છે, તે વખતે આ ગૌચર ની જમીન નો સર્વે નંબર હતો, ઉદાહરણ તરીકે 1, હવે આટલા સમય માં પ્રમોલ ગેસન થયું એટલે ગૌચર ની જમીન નો સર્વે નં. 1 હતો તે નવો સર્વે નંબર બન્યો ૧૧. (જયારેનવો સર્વે નંબર 1 કોય અલગજ જમીન નો હોય છે.)


પર્યાવરણ ની મંજુરી ના બધા દસ્તાવેજ માં સરુઆત ની પ્રક્રિયા માં ફોર્મ ભરવાથી માંડી લોક સુનાવણીમાં સર્વે નં. 1 નોજ ઉલ્લેખ કરવા માં આવે, એટલે લોકો અસમંજસ માજ રહે. અને પર્યાવરણ મંજુરી માં લખીને આવશે જુનો સર્વે નંબર 1 અને નવો સર્વે નં.૧૧


અને જયારે આ બાબતે લાગુ વિભાગ માં જાણ કરવામાં આવે ત્યારે તેઓ કહે છે કે લીઝ રદ થશે એટલે પર્યાવરણ મંજુરી રદ થઇ જશે.


"ખનીજ ક્વોરીઓના કારણે પર્યાવરણ પર થતાં આડઅસરોનો પ્રશ્ન ગંભીર છે. પાણીના સ્ત્રોત, જમીન, અને જનજીવન પર ખરાબ અસર પડી રહી છે. લોકોના આરોગ્ય પર પણ આનો મોટો પ્રભાવ છે."


"જળ, જંગલ, જમીન, અને પાણીના સ્ત્રોતને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે."


ગુજરાત માં કૌભાંડ અને આદિવાસી હક્કો

"ગુજરાતના આદિવાસી પટ્ટા માં પણ, ખોટી માહિતી આપી લીઝ અને પર્યાવરણ મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. આ વિસ્તાર આદિવાસી ના હક્કો અનેક કાયદાઓથી સુરક્ષિત છે, અને આદિવાસી વિસ્તારોમાં આ પ્રકારના દુરુપયોગને રોકવું મહત્વનું છે."


આદિવાસી વિસ્તારોમાં આદિવાસી ખેતીની સાથે સાથે પશુપાલન નો પુરક ધંધો પણ આવક માટે કરતા હોય છે. ખાણ ખનીજ વિભાગ જયારે આવીરીતે આદિવાસી વિસ્તારોમાં "ગૌચર" ની જમીનો માં લીઝો ફાળવી દે તે કેટલું યોગ્ય કહેવાય? 


"આ મામલાઓમાં વારંવાર રજૂઆતો પછી પણ યોગ્ય પગલાં લેવામાં નથી આવતાં. હવે તે મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, ગૃહ મંત્રી અમિત શાહ જી અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જી સુધી આ મામલાઓ પહોંચાડવામાં આવ્યા છે."



લીઝ ધારકો, ખનીજ માફિયા અને બિન કાળજી

"મિત્રો, કાયદાઓ અને નિયમો હોવા છતાં પણ, ઘણા ગામોમાં ગૌચર જમીન પર લીઝધારકો અને ખનીજ માફિયાઓએ કબજો જમાવ્યો છે.


ભરૂચ ના પડાલ માં સિલિકા સેન્ડ ની બે, ડોલવણમાં સાતેક સ્ટોન ક્વોરીઓ ગૌચર જમીન પર ચાલી રહી છે, અને આખા ગુજરાત માં જોઈએ તો ઘણી લીઝો આવી જ મળી જશે. આના કારણે ગૌચર ની જમીન અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે."


"સિલિકા સેન્ડ કે સ્ટોન ક્વોરીઓના ધંધામાં ઘણી જગ્યા એ હજારો રૂપિયાની ટેક્સ ચોરી થઈ રહી છે, અને 300 ફૂટ ઊંડા ખાડા હવે જાણે મરવાના કૂવા બની ગયા છે. કારણ કે આ બધી ખનીજ ની લીઝોની માપણી ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવતી નથી."


તંત્રની નિષ્ફળતા અને લોકોની માંગ

"આ બધી લીઝોની માપણી કરવામાં આવતી નથી જેના કારણે લીઝ ધારકે કેટલું ખાણકામ કર્યું છે અને કઈ જમીન માં કર્યું છે તેની કોઈ માહિતી નથી.


માપણી ન કરવાનું કારણ: માપણી માટે કમિટી ની રચના કરવામાં આવી છે જેમાં ક્વોરી એસોસિએશનના પ્રમુખ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છે.


આ તબક્કે આપણે એ પણ જણાવી દઈએ કે કમિટી ની રચના કયા નિયમો અંતર્ગત કરવામાં આવી છે તે કોઈને ખબર નથી.


તંત્રની બિન કાળજીની વાત કરીએ તો, ડોલવણમાં સ્ટોન ક્વોરીઓના દબાણને દૂર કરવા વિકાસ કમિશનરે આદેશ આપ્યા હતા, પણ તેનો અમલ નથી થયો. ગૌચર પરના દબાણ સામે તંત્ર બિન કાળજીપૂર્વક કામ કરે છે."

"લોકો દ્વારા આ મુદ્દે ઘણી રજૂઆતો કરવામાં આવી છે, અને બિન કાળજી સામે પગલાં લેવા માટે માગણી થઈ રહી છે."


સરકારી ભ્રષ્ટાચાર અને સમસ્યાનો ઉકેલ

"મિત્રો, ગૌચર જમીન, લીઝ ધારકો અને ખનીજ માફિયાઓના મામલામાં સરકારી ભ્રષ્ટાચાર પણ છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટી કૌભાંડ બહાર આવી શકે છે."


"આ સમસ્યાનો ઉકેલ માટે સ્થાનિક સમુદાય અને સરકાર વચ્ચે સહકાર જરૂરી છે. વહીવટમાં પારદર્શિતા અને યોગ્ય રીતે નિયમોનો અમલ જરૂરી છે."


તમારા પગલાં અને ભવિષ્ય

"મિત્રો, આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે સૌએ સહભાગી થવું પડશે. ગૌચર જમીન અને પર્યાવરણની સુરક્ષા માટે જરૂરી છે કે આપણે બધાએ સચેતન રહીને પગલાં લઈએ."

"આપણા ઘરના પશુઓને, આપણા પર્યાવરણને, અને આપણા સમાજને સુરક્ષિત રાખવા માટે આજે જ આગળ વધો."


Conclusion

"મિત્રો, ગૌચર જમીનના આ મુદ્દો ખૂબ જ ગંભીર છે. એના પર તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. અને હા, અમારા ચેનલને સબ્સ્ક્રાઈબ કરીને નવા વિડીયો માટે બેલ આઈકન પર ક્લિક કરજો. આપનો દિવસ શુભ રહેશે!"

આભાર,
ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવા
ભરૂચ

*માહિતી માં સુધારો વધારો હોય સકે છે.

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond