ડોલવણમાં એક-બે નહીં પણ સાતેક જેટલી સ્ટોન ક્વોરીઓ ગોચરની જમીન પર ધમધમી રહી છે, રાજ્યમાં વ્યાપારિક વાણિજય હેતુ માટે ગોચર જમીન કાયમી કે ભાડા પટે આપવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે, છતાં વિકાસ કમિશનરના પરિપત્રનું ઉલ્લંઘન
300 ફૂટ ઊંડી કવોરીઓ બની મોતનો કૂવો
સ્ટોન ક્વોરીની ઊંડી ખાણ ફરતે કમ્પાઉન્ડ વોલ પણ નથી.
ડોલવણમાં ગોચરની જમીન પરના દબાણને દૂર કરવા વિકાસ કમિશનરે ગ્રામ પંચાયતોને કરેલા આદેશનો હજુ અમલ થયો નથી. ગોચર પરના ગરીબોનાં દભાણ ખસેડી તંત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં પશગૂલ છે, પણ ઔદ્યોગિક એકમોના દબાણ સામે જાણે તેને શરણાગતિ સ્વીકારી લીધી હોય તેમ અહી એક-બે નહીં પણ સાતેક જેટલી સ્ટોન ક્વોરીઓ ગોચરની જમીન પર ધમધમી રહી છે.
મોટા ભાગની સ્ટોન ક્વોરીઓની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ, પણ સરકારી કબજો લેવાની તંત્રને ફૂરસદ મળી નથી. સરકારે ક્વોરીઓ માટે જમીન ફાળવ્યા પછી જેસે થેની સ્થિતિમાં જમીન પરત લેવાની રહે છે પણ વર્ષોથી અહીં પથ્થરો કાઢવા ખોદકામ થયું હોય આશરે ૨૫૦થી ૩૦૦ ફૂટ કે તેનાથી વધુ ઊંડા ખાડા મોતના કૂવા બની નિર્દોષ માણસો અને પશુઓનો ભોગ લઈ રહ્યા છે. તંત્ર આ ગોચર જમીન પરના ખાડા પુરાવા કે જમીન પરત લેવા મામલે કોઈ પગલાં ભરતું દેખાયું નથી.
ડોલવણ સર્રંવે નં.૫૬ ઝીણા રંગજી ગામીત, રાજેશ સ્ટોન ક્વોરી, મહાલક્ષ્મી સ્ટોન ક્વોરી, સરવે નં.૩૪૨ માં રાજેશ સ્ટોન ક્વોરી, સોઈ સહકાર સ્ટોન ક્વોરી, મહાલક્ષ્મી સ્ટોન ક્વોરી પમધમી રહી છે. આ ક્વોરીની ખાશોની માપણી કરવામાં આવે તો કરોડોની ટેક્સ ચોરી બહાર આવે તેમ છે.
થોડાક દિવસ પહેલાં તંત્રે ગૌચરની જમીન ખાલી કરાવવાની ઝુંબેશ સોનગઢ તાલુકામાં હાથ ધરી હતી. તેમાં એક-બે નહીં પણ ૯૦૦ જેટલા દબાણો દૂર કરવાનાં ગાણો ગવાયા હતાં, પણ આશ્ચર્યની વાત એ છે કે, ગોચરમાં રહેણાક અને નાની ટપરીઓનો કબાણ દૂર કરાયો, પણ ગોચરમાં આવેલી એકેય સ્ટોન ક્વોરીનું દબાશ દૂર કરાયું ન હતું. અહીં કાયદા ગરીબો પર જ હાવી થયેલા હોય તેવો આભાસ આમ નાગરિકોને જ થઈ રહ્યો છે.
રાજ્યમાં વ્યાપારિક વાણિજ્ય હેતુ માટે ગોચર જમીન કાયમી કે ભાડા પટે આપવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. ભૂમાઠિયાઓના ગોચર પરના દબાણને દૂર કરવા બાબતે વિકાસ કમિશનર દ્વારા તા.૨૩/૧૦/૨૦૧૯ પરિપત્ર બહાર પાઠવામાં આવ્યો હતો. ગોચરની જમીનમાં દબાણ ન થાય તેમજ દબાણ થયું હોય તો તેને દૂર કરવાની સત્તા ગ્રામ પંચાયતને સોંપવામાં આવી છે. પણ તેની કોઈ અસર તાપી જિલ્લામાં જોવા મળતી નથી.
આખા ગુજરાત માજ આજ હાલત છે. ગૌચર ની જમીન માં અનેક ખનીજ ની લીઝો અત્યારે પણ ચાલે છે.ત્યારે રેવન્યુ વિભાગ ના સચિવ એમ. કે. દાસ કોય પગલા લેશે કે કેમ ? ત્યારે લોકોમાં ચર્ચા છે કે ઉદ્યોગ અને ખાણ વિભાગ નો ચાર્જ નિભાવી ચુકેલા અધિકારી એ હવે પગલા લેવા સિવાય કોય છૂટકો નથી.

No comments:
Post a Comment