

દાયકાઓથી વિકાસ ઝંખતા આદિવાસી વિસ્તારમાં ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ દ્વારા વિકાસની કેડીઓ કંડારવાની શરૂઆત કરાઈ.
કેટલાય વર્ષોથી આદિવાસીઓની ઉપેક્ષા કરવામાં આવી છે,તેમજ આદિવાસી વિસ્તારોને
પણ વિકાસથી વંચિત રાખવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. જ્યારે હવે
ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તેમજ સાંસદ મનસુખભાઈ વસાવા ની સીધી દેખરેખ
હેઠળ આદિવાસી વિસ્તારોમાં ના કામો એ વેગ પકડ્યો છે.ભરૂચ જિલ્લાની તમામ
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં ભારતીય જનતા પાર્ટી નું શાસન આવતાં
હવે પૂરજોશમાં વિકાસના કાર્યો શરૂ કરાયા છે.વિવિધ ગામોને જોડતા એપ્રોચ
રોડના કાર્યો, પાણીની સમસ્યાને લગતા કાર્યો તેમજ વિવિધ કાર્યો ને ભરૂચ
જિલ્લા પંચાયત દ્વારા તબક્કાવાર મંજૂરી આપવામાં આવી રહી છે.
જિલ્લાના નેત્રંગ તાલુકાના જેસપોર થી વણખુંટા તેમજ વાકોલ, મુગજ, ધોલેખામ
જેવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં ૪ કરોડ ૬૦ લાખ ના ખર્ચે એપ્રોચ રોડની
કામગીરી હાથ ધરાશે.આજરોજ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા રોડના
ખાતમુહૂર્તનો કાર્યક્રમ નેત્રંગ તાલુકાના મૂગજ ગામ ખાતે યોજાયો હતો.જેમાં
જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત
લોકસભા વિસ્તારમાં આવતા (૧) ૪ કિમીનો ધોલેઆમ એપ્રોચ રોડ ૮૦ લાખના ખર્ચે,
(૨) ૩ કિમીનો મુગજ એપ્રોચ રોડ ૬૦ લાખના ખર્ચે, (૩) ૩ કિમીનો વાંકોલ એપ્રોચ
રોડ ૬૦ લાખના ખર્ચે અને (૪) ૬ કિમીનો જેસપોર વણખૂટા (ડામર) રોડ ૨ કરોડ ૬૦
લાખના ખર્ચેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ
અટોદરિયા,બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી,મહામંત્રી નિશાંતભાઈ
મોદી,વાલિયા તાલુકાના પંચાયતના પ્રમુખ લીલાબેન વસાવા તેમજ જિલ્લા પંચાયતના
સભ્ય રાયસિંગભાઈ વસાવા સહિત અન્ય સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી
હતી.
No comments:
Post a Comment