રેતી, માટી, પથ્થર કૌભાંડ કરવામાં સૌથી મોટી આર્થિક ભાગીદારી નરેશ જાની સાથે બીજા કોણ કોણ? - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Monday, June 17, 2024

રેતી, માટી, પથ્થર કૌભાંડ કરવામાં સૌથી મોટી આર્થિક ભાગીદારી નરેશ જાની સાથે બીજા કોણ કોણ?

 


એક મત આવો પણ છે કે નરેશ જાની પર બધા ઠીકરા ફોડી નાખશે. અને એમના આકા ઓ છટકી જશે.

જોકે 

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોમાં તવરા થી ઝનોર.. નાંદ સુધીના ગામડાઓ ની રેતીની કાયદેસરની લીઝો તેમજ ગેર કાયદેસરની રેતી ખનન કરવામાં સૌથી મોટી આર્થિક ભાગીદારી નરેશ જાની ની તેમજ તેના અને કેટલાક રાજકીય મળતિયાઓની હતી...? કે કેમ તેની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો ઘણું મોટું રાઝ ખૂલે તેમ છે. કાયદેસર લીઝ હોલ્ડરોની સમાંતર ગેર કાયદેસર રેતી ખનન કરનારા બની બેઠેલા અને જેમની લીઝ હોય તે લીઝ ભાડે કે પેટા લીઝ તરીકે ઈ - ઓક્ષનની શરતો, નિયમોનો ભંગ કરીને અનધિકૃત રીતે ચલાવનારાઓને નિભાવવા પડતા રજીસ્ટરો અને નિયમ મુજબના રેકોર્ડ ઈનકમ ટેક્સ રિટર્ન, સી.એ.ઓડિટ વિગેરે સરકારી રાહે નિભાવવા યોગ્ય રેકોર્ડ જો ચકાસવામાં આવે તો...નરેશ જાની તેવા રેકોર્ડ માટે પણ કેટલી લાંચ લેતો હતો તેની માહિતી મળતાં અનેક રહસ્યો બહાર આવી શકે તેમ છે. તેમજ રાજકીય મોટા મોટા માથાઓ આ રેતીના કારોબાર સાથે સંકળાયેલા હોવાનું બહાર આવી શકે તેમ છે.

લીઝ પરમીટ મેળવવામાં માટે જે જરૂરિયાત મુજબના આધાર પુરાવાઓ, કાગળો લીઝ હોલ્ડર પાસેથી નહિ લેવાના આને **બધું ફોડી લેવાના** પણ રૂપિયા લેતો હોવાની વિગતો પ્રકાશમાં ધીમે ધીમે ફૂટી રહી છે. મોટા ભાગની લિઝોમાં લીઝ હોલ્ડર ને આપવામાં આવેલ વિસ્તાર, તેનું નામ, નિશાન, હદ, કેટલા મેટ્રિક ટન રેતી કેટલી ઉન્ડાઈએથી ખોદવી તેના બોર્ડ પણ લગાવવાના રહે છે તેમ છતાં એક ઓન લિઝ હોલ્ડર દ્વારા નહીં લગાવવાના અને આવું જ ગેરકાયદેસર ચલાવવા દેવાના પણ લાંચ સ્વરૂપે રૂપિયા ઉઘરાવી લેતો "નરેશ જાની" સરકાર માટે કેટલો નાસુર તેમજ સાતિર બનતો જાય છે, તે તેની **ફરાર** હોવાની વિગતો ઘણું બધું કહી જાય છે. આ ફરાર વેલ કરપ્ટેડ ક્યાં **ફલાયિંગ** કરી ગયો છે.. ?? ગુજરાતમાં છે કે પર પ્રાંતમાં છે કે કોઈ રાજકીય નેતાઓના આશ્રય સ્થાનમાં તેનું લાલન પાલન થી રહ્યું છે...? તે એક તપાસનો વિષય છે. અને સરકાર ની તિજોરીમાંથી કેટલા કરોડનું **ફરાળ** કરી ગયો..?

તે એન્ટી કરપશન બ્યુરોના **જાંબાઝ અધિકારી** ડો.શમશેર સિંઘ અને તેમની જાંબાઝ ટીમ સરકાર અને ભ્રષ્ટાચાર નિવારણના સાર્વજનિક હિતમાં ન્યાયી અને નિષ્પક્ષ ઝીણવટભરી ઘનિષ્ઠ તપાસ આદરી સમગ્ર રાજ્યનું સૌથી મોટું "તોડ પાણી" કૌભાંડ બહાર લાવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.

ખાસ કરીને ખાણ ખનીજ ની વેબસાઇટ ઉપર જે લાઈવ લોકેશનને આધારે ક્યાં...થી.. ક્યાં જિલ્લાનું ખનીજ વહન થઈ રહ્યું છે તેમાં પણ ચેંડા થયેલ છે કેમ...? એ પણ કોમ્પ્યુટર ના નિષ્ણાત પાસે તપાસ કરાવવી જરૂરી છે. માઈંન્સ વિભાગની રાજય તેમજ જિલ્લાની વેબસાઇટ પણ અપડેટ કરવામાં આવતી નથી તેમજ ડી.એમ.એફ. ની માહિતી પણ રાજ્યના જિલ્લા મુજબ અપડેટ કરાતી નથી...?? ...કે જે પ્રધાન મંત્રી ખાણ ખનીજ કલ્યાણ યોજનામાંથી જે તે ખનીજ થી પ્રભાવિત ગામો વિસ્તારોને તેનો મળવા પાત્ર હિસ્સો મળી શકે છે, પરંતુ જ્યાં ગેરકાયદેસર ખનીજનું ખનન થતું હોય ત્યાં આવી ગ્રાન્ટના હિસ્સામાં પણ પ્રભાવિત વિસ્તારોની ગ્રામ પંચાયતો તેમજ તાલુકા જિલ્લા પંચાયતને મળી શકતો નથી...? જેનું કારણ ગર કાયદેસર ખનીજ ખનન પ્રવૃત્તિ છે. હાલમાં જ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાએ લોકપ્રશોને વાચા આપવા ઉમલ્લા ખાતે ઊભી થયેલી રેતી ખનન પ્રશ્ને જિલ્લા વહીવટી પ્રશાસન સામે અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.

લોકમાતા નર્મદના દક્ષિણ કાંઠાના નર્મદા બ્રિજથી માંડી ને છેક પાનેથા, ઓરસંગ, પોઇચા સુધી અને ઉત્તર કાંઠાના ગામો પૈકી શુક્લતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર, કડોદ, કબીરવડ, ઝનોર, ધરમશાળા, તવરા, નાંદ ગામોમાં રેતી ખનન સાથે માટી ખનન કરવામાં અનેક પ્રકારના ખનીજ ચોરીના પ્રકરણમાં સંડોવાયેલા મનાતા ખનીજ માફિયાઓને બચાવવામાં કોની..? પાસેથી કેટલું..? **તોડપાણી** કરીને કાયદેસર કરતા વધુ પ્રમાણમાં ગેર કાયદેસર ખનન કરાવવામાં પ્રત્યક્ષ પરોક્ષ આર્થિક ભાગીદારી કરી પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવતી ન હતી...? તેમાં પણ રાજકીય મોટા માથાઓની મદદથી અથવા તો તમામ લીઝધારકો (ગેર કાયદેસર) સાથે મેટ્રિક ટન પ્રમાણે અનધિકૃત રેતી ખનન કરવામાં ભાગીદાર બની...! બધું સમેટી લેવામાં આવતું હતું કે કેમ..?

જ્યા જ્યાં રેડ કરે ત્યાં ત્યાંના ગામ સરપંચ, તલાટી તેમજ મહેસુલી સર્કલ, મામલતદાર, પ્રાંત જેવા અધિકારીઓને તેમજ સ્થાનિક પોલીસને પણ સાથે રાખવામાં આવતી નહતી અને રેતી માટી વિગેરે જેવા બિન અધિકૃત ખનન કરાતા સ્થળ ઉપર કે કચેરીમાં તેના એજન્ટ..વચેટિયા નો સંપર્ક કરીને સરકારી તિજોરીને ખૂબ મોટું આર્થિક નુકશાન કરી/કરાવીને ગેર કાયદેસર ખનીજ માફિયાઓને આર્થિક ફાયદો કરાવી રહ્યો હતો તે પણ કાયદેસર ખનીજ લીઝ હોલ્ડરોમાં તેમજ કાર્ટિંગ એજન્ટો, વાહન કરનારા વાહન ચાલકોમાં ચોંકાવનારી ચર્ચાઓમાં જબરું તથ્ય હોવાનું પણ અનુમાન રિમાન્ડ દરમિયાન તપાસ થાય તો ઘણું મોટું રાજ્ય વ્યાપી ખનીજ ચોરીમાંથી **તોડ પાણી** કૌભાંડ બહાર આવે તેમ છે.

હાલમાં શુક્લતીર્થ ખાતે થયેલી એક રેડમાં પણ ગેર કાયદેસર ખનન કરનારની યાત્રિક મશીનરી તેમજ ભારદારી વાહનો જપ્ત કરીને કેટલાક રાજકીય ઇશારે હોય કે ખનીજ હોલ્ડરોના ઇશારે હોય નબીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી સમગ્ર વાહનો અને મશીનરી મૂકવી દેવામાં આવી હતી..? અંગારેશ્વર ખાતે પણ ગેર કાયદેસર નર્મદા નદીના જીવંત વહેતા પાણીમાંથી પણ પ્રતિબંધ હોવા છતાં યાંત્રિક બોટ, નાવડી, જેને બાઝ કહેવાય તેના મારફતે જલ જીવોને, પર્યાવરણને નુકશાન થાય તે રીતે ખૂબ મોટા પ્રમાણમાં રેતી ઉલેચવામાં સહયોગ કરતો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડ લાઇન, ઈ - ઓક્ષન ની શરતોનું સરેઆમ ઉલ્લંઘન કરાવીને પ્રત્યક્ષ પરોક્ષ રીતે ખનીજ માફીયાઓ સાથે ભાગીદારી કરવામાં આવતી હતી...! આર.ટીઓ, મહેસુલી કચેરીઓ ના કેટલાક સ્થાપિત હિત ઘરાવતા ભ્રષ્ટ અધિકારીઓને પણ અમુક ટકાવારી પહોંચાડીને તેમનું મોં બંધ કરવાની પણ ગોઠવણ કરતો.

આ બધા પ્રકરણમાં સૌથી મોટી ચાલાકી વાસ્તવિક ચોંકાવનારી બાબત તો એ છે કે જ્યાં જ્યાં રેડ કરતો ત્યાં ત્યાં મિડિયાના પત્રકારોને સહેજ પણ ગંધ આવવા દેતો નહતો અને પત્રકારોને પણ સાચી સ્પષ્ટ માહિતી આપવામાં આનાકાની કરતો અથવા તો મીડિયાને બિલકુલ અંધારામાં રાખીને **વે...વાર** (લાંચ) **વહી...વટ** નો હિંમત થી કરતો. કેટલાક ગામોમાં તો સ્થાનિક રેતી કે ખનીજ માફિયાની ખાનગી ગાડીઓમાં તેમના ઇશારે રેડ પાડવાની ઓપરેન્ડી નો ઉપયોગ કરી વચેટીયાઓ તેમજ બાતમીદારોને અમુક રકમ આપી તેમજ ગેર કાયદેસર ની રેતી ચોરટાઓ ને ગુનાખોરી કરી સ્તાનો દુરુપયોગ કરી મદદગારી પણ કરતો. મોટા ભાગની ખનીજ ની રેડમાં ખનીજ ખનન નિયમોનો ભરોભાર ભંગ થયેલો હોય તેની સરકારી રેડ કરતા પણ ખાનગી વાહનોની રેડ વધુ હશે જે તપાસનો વિષય છે. જે જે વિસ્તારમાં રેડ કરી હશે ત્યાંનો રૂટ મેપ અને પ્રવાસ ભથ્થું અને મસ્ટર ની જો ચકાસણી કરવામાં આવે તો સરકારી રાહે કેવી અને કેટલી અનિયમિતતા તેમજ મળેલી સત્તાનો દુરુપયોગ કરી લાખો / કરોડોનું સરકારી તિજોરીને આર્થિક નુકશાન કર્યું છે તેનો પર્દાફાશ થાય તેમ છે.

આ ભાજપ સરકારનો બેઈમાન, અપ્રામાણિક, બેવફા, સરકારી તિજોરીને કરોડોનું નુકશાન કરનારો **ખનીજ નરેશ** ગેરકાયદેસર રાજકીય તેમજ સ્થાનિક કુદરતી ખનીજ માફિયાઓને **ફાયદો..પર..ફાયદો** કરાવનાર ને **કાયદો** કેમ લાગુ પડતો નથી...? તે દક્ષિણ ગુજરાત ના ખનીજ ખનન વિસ્તારો અને પ્રભાવિત ગામડાઓમાં ચર્ચાતો વિષય છે...? પ્રભાવિત વિસ્તારોમાં ગેરકાયદેસર ખનીજ માફિયાઓનું સામ્રાજ્ય વકરતી જાય છે અને ગામોની સુલેહ શાંતિ ભંગ નો પ્રશ્ન પણ દિવસે દિવસે ગંભીર થતો જાય છે ત્યારે ખનીજ ખનનની ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓ કાયદાના કાનૂન ના દાયરામાં પ્રશાસન નૈતિક રીતે સાર્વજનિક હિતમાં કરાવે તે જરૂરી છે.

કેટલાય ગામડાઓની સરકારી જગ્યાઓ પણ ખનીજ ખનન માફીયાઓ પચાવી પાડી છે તેમજ સરકારી કચેરીની કોઈ પરવાનગી વગર ખનીજ નો બિન અધિકૃત સ્ટોક નિયમોની ઐસી કી તૈસી કરીને કરાઈ રહ્યો છે. તે અનધિકૃત સ્ટોકની **શીલ** મારવામાં જિલ્લા પ્રશાસનની શંકાના દાયરામાં છે. સરકારના ક્યા ક્યા અધિકારીઓની અને ભાજપના ક્યા ક્યા નેતાઓની પ્રત્યક્ષ કે પરોક્ષ ખનીજ રેતી ખનનમાં ભાગીદારી છે તેની પણ તપાસ થવી ભરૂચના અને રાજ્ય સરકારની તિજોરીના હિતમાં પણ છે.

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond