રાજ્ય સરકારના માઇન્સ અને મિનરલ્સ વિભાગ ક્યા ક્યા અધિકારીઓના સંપર્કમાં અને દક્ષિણ ગુજરત ઝોનનોફ્લાઇંગ સ્ક્વોડની મહત્વની જવાબદારી સંભાળનાર મિસ્ટર નરેશ જાની ક્યા ક્યા અમલદારોને આજદિન સુધીમાં કોને કોને કેટલી કેટલી લાંચ હપ્તાની નિયત કરેલી રકમ પહોંચાડતો હતો.? તે સરકારના ભ્રષ્ટાચારનિવારણ અંતર્ગત સંપૂર્ણપણે ન્યાયી અને નિષ્પક્ષ તપાસ થયે તે સરકારની જાહેર તિજોરીના હિતમાં લેખાશે
મિસ્ટર“જાની” ના સંપર્કમાં સૌથી વધુ નજીકનો ચૌધરી અટકવાળો નાયબનિયામકવહીવટ, ગુજરાત, ખાણખનીજ વિભાગનો એ અધિકારી કોણ..? અને બીજા લાંચિયા હપ્તાખોરીમાં ભાગીદારપણ અધિકારીઓ કે જે સરકારી રાહેપગારઉપરાંત બેનંબરના આવકના સ્ત્રોત ઉભા કરવામાં કામિયાબ થતા રહ્યા છે સરકારી તિજોરીને કરોડો અબજોનું નુકશાન કરનાર સરકારી રાહે ગાડી બંગલો અને બીજી અનેક સગવડો ભોગવનારા અમલદારોની પણ સ્ટેટ આઈ.બી. ઇન્કમટેક્ષ વિભાગ વિજીલન્સ કચેરી વિગેરે તપાસ આદરે તે જરૂરી છે
અત્યંત્ય આધારભૂત અને અતિ ગોપનીય રીતે નામ નહિ આપવાની શરતે મળેલ માહિતી મુજબ વહીવટી અધિકારી સાથે ક્યા ક્યા ખનીજ અધિકારીઓ તેમજ જિલ્લાના અધિકારીઓ ખનીજ માફિયાઓના સંપર્ક સૂત્રો છે...? તેની ટેલીફોનીક ડિટેલ્સ મેળવાય તો સમગ્ર રાજ્યમાં કેટલું મોટું ખનીજ કૌભાંડનું ગાંધીનગર ની કચેરીમાં બેઠાં બેઠાં એવો કયો અધિકારી પોતાની કાબેલિયત અને કુનેહથીનેટવર્ક ચલાવી રહ્યો છેતેબહાર આવી શકે તેમ છે. હાલમાં રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ, એકસપ્રેસ વે પ્રોજેક્ટ તેમજ ભરૂચમાં ભાડભૂત બરેજ,વાગરા તાલુકાની ઔદ્યોગિક વસાહતોમાં નવા ઔદ્યોગિક એકમોનું માતબર મૂડીરોકાણના પ્રોજેક્ટો, નવી નવી ટી.પી.સ્કીમ,સરકારી, અર્ધ સરકારી તેમજ ખાનગી વિગેરે જેવા અસંખ્ય પ્રોજેક્ટમાં વપરાતી બાંધાકમોમાં વપરાતી સામગ્રીમાં રેતી, મેટલ, માટી, કપચી, બિલ્ડિંગ કંસ્ટ્રકશનના કામગીરીમાં વપરાતી કુદરતીખનીજની ખૂબ માંગ ઉઠી છે... તો બીજી ત૨ફ ખાણ ખનીજવિભાગોમાં કાયદેસર કરતા ગેર કાયદેસર ખનીજ ચોરી કરાવવામાં નરેશ જાની જેવા ભ્રષ્ટ અમલદારો સરકારને
વફાદાર રહેવાને બદલે કેટલાક સ્થાનિક રાજકારણીઓના મળતિયાઓ અને ગાંધીનગરસ્થિત મહેસૂલ અને ખનીજ મંત્રાલયના માધ્યમથી તેમને ટકાવારી નું ટોકન પીરસીને, તેના હાથા બનીને પોતાની તિજોરી “ભરીને” અને રાજ્ય સરકારની તિજોરીને કરોડોનું “નુકશાન” પહોંચાડીને નરેશ જાની અને તેમના વચેટિયા તેમજ ઉપરી અધિકારીઓએ આજ દિન સુધી કેટ કેટલી રકમ ડાયરેક્ટ કે રોકડેથી પહોંચાડી હશે...? તો "વેલ કરપ્ટ નરેશ જાની પોતાની લૂલિ એ.સી.બી. અને નામ. રાજ્ય સરકાર તેમજ નામ.કોર્ટ સમક્ષ ખોલે તો જ ખબર પડે...?
કેટલાક સી.આર.ઝેડ. ના વિસ્તારોમાંથી પણ રેતી ખનન કરવા પર પ્રતિબંધ છે તેમજ જ્યાં જ્યાં ૧૧૦૦૦ થી વધુ વીજળીના હાઈરાઈઝ ટાવરો. પાસેથી પણ રેતી કે ખનિજ ખનન કરવાની ગાઈડ લાઈન હોવા છતાં પણ નરેશ જાની આવા નિયમોનું પાલન કરવતો નહતો..?
પોલીસ ફરિયાદમાં પણ ખાલી નામ પુરતી અને ખનિજ ખનન માફિયાઓ અને ટ્રાન્સપોર્ટ કરનાર કાર્ટિંગ એજન્સીઓના બચાવમાં પણ આધારભૂત સંપૂર્ણ માહિતી પણ એફ.આઈ.આર.માં કેટલા ટન ખનિજ ચોરી / કેટલી ઓવરલોડ, જી.પી.એસ. સીસ્ટમ વાહનો અને યાંત્રિક મશીનરીઓ પર ન લગાવી હોય, પર્યાવરણ ને નુકશાન થાય તે રીતે નાવડીઓથી રેતી ખનન પર પ્રતિબંધ, કલેક્ટરના જાહેરનામાનો ભંગ, વિગેરે અને ક્યા ક્યા નિયમો અને શરતોનો ભંગ થયેલ છે તેવી? અનેક બાબતો પણ લખાવતો નહતો અને આ રીતે જે તે પોલીસ સ્ટેશનમાં ટકાવારીના ધોરણે તોડપાણી કરવાની મોસ્ટ ઓપરેન્ડીમાં માહિર હતો...? અધકચરી, ઉપર છલ્લી માહિતી સાથે કેટલાકમાં ભાગીદાર બનાવીને ઘટનામાં કસુરવારને દબડાવીને બારોબાર રૂપિયા ખંખેરી લેતો નરેશ જાની કેટલો જાન્વાલો બાહોશ અધિકારી સરકારને વફાદાર ખનિજ માફીયાઓને વફાદાર...? ગેર કાયદેસર ખનિજ માફિયાઓ અમે કાર્ટિંગ એજન્ટોના ખનિજ વિભાગ દ્વારા રાખવાના નિભાવવાના તમામ રજીસ્ટરો અને રેકોર્ડની પણ તપાસ થાય તો અનેક કૌભાંડો બહાર આવી શકે તેમ છે.
અત્યંત વિશ્વસનીય અને ગોપનીય સૂત્રોની પ્રાપ્ત માહિતી મુજબ નરેશજાની આખો વહીવટ જેને આપણે "સિસ્ટમ (લાંચ, તોડ પાણી, કળદો, વેવાર) કહીએ છીએ, એ વહીવટ ‘ચૌધરી કે નામની અટક ધરાવતા ગાંધીનગર સ્થિત ક્યા સાહેબને પહોંચાડવામાં આવતો હતો...? સારી...સારી... (મલાઈદાર)પોસ્ટ ગૂજરાતમા ખાણ ખનીજના કરપટેડ અધિકારીઓને પોસ્ટિંગ માટેનો વહીવટ શું "ચૌધરી સાહેબને હવાલો આપવામા આવ્યો છે. શુંઆસમગ્ર ગુજરાતનું ખાણખનીજ તંત્ર ‘નરેશ જાની તેમજ ચૌધરી · નું ભ્રષ્ટાચારનું અને ખનિજ માફીયાઓને ફાયદો કરાવવાનું એપીસેન્ટર છે...? સમગ્રભ્રષ્ટાચારથી ખદબદી રહેલા અને તેમાં જોડાયેલા કટકીબાજ અધિકારીને વચેટિયાઓ (કુરિયર સર્વિસ..?) મારફતે એમની કટકી પહોંચાડનાર આહિંમતબાજ “ચૌધરી’છે કોણ...?
ચૌધરી સર નેમ ધરાવતો સાહેબ અને નરેશ જાનીના whatsapp કોલરેકોર્ડિંગની ડીટેલસ શુ સફળ ટ્રેપ કરનાર ઝાંબાંઝ એસીબી નિષ્પક્ષ તપાસ કરશે?જો... સમગ્રપ્રકરણમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવેતોઆખા ગુજરાતમાં હાહાકાર મચી જાય એવો ભ્રષ્ટાચાર ઉજાગર થઈ શકેછે...સમગ્ર ગુજરાતનું મોટામાં મોટું ખાણ ખનીજનું આ કટકી અને ભ્રષ્ટાચારની તપાસ શું...પેલી એક ઘણાં સમયથી કેસેટ વાગેછેને..કે... “કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવ...???..!!!,
ગાંધીનગરના એ “ચૌધરી” ની જો.. ઉલટ તપાસ કરવામાં આવે તો આખા ગુજરાતનું ખાણ ખનીજ વિભાગનું ઘણું મોટું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર નીકળી શકેછે,
હમણાં જ આપણા પી.એમ. કરપશન અને ભ્રષ્ટાચાર વિરોધ “ઝીરો ટોલારન્શ નીતિ કરી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે, તો શું આ પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં વિકાસના ઓથા હેઠળ ખાણ ખનીજમાં ચાલતું “ખનિજ ચોરીનું નેટવર્ક “ અને આ બે લાખની જ કટકી નહી, પણ આખું ગુજરાત અનેક રાજ્યવ્યાપી ખનિજ કૌભાંડોની ઘણી જ ચાલાકી અને હોશિયારી પૂર્વક અધિકારી કશાએ અને ક્યાંય રાજકીય હસ્તીઓણા સંપર્ક સુત્રો થી ચલાવાતા નેટવર્ક થી ખળભળાટ વ્યાપી જાય એટલા મોટા આર્થિક વહીવટ થયા છે..?તેની નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવશે કે પછી જેસે થે! કે પછી... એ જ ભ્રષ્ટાચાર અને કટકીપ્રથા ચાલુ રહેશે...?શુંઆ સરકાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને પ્રજા સમક્ષપ્રજાનો વિશ્વાસ કેળવવા આવા ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કકરવામાં આવશેખરા...? લાખો કરોડોની ખનીજ ચોરીઓ કરનારા ખનિજ માફિયાઓ
Source:પ્રાર્થનાસંદેશ Bhauch
No comments:
Post a Comment