ઝાડિયામાં હજારો કરોડ નો ખાણ ખનીજ કૌભાંડ બહાર આવશે? પડાલ ગામના 48.68.15 હેકટરમાં સરકારી ગૌચર જમીનનો દુરુપયોગ - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Monday, June 17, 2024

ઝાડિયામાં હજારો કરોડ નો ખાણ ખનીજ કૌભાંડ બહાર આવશે? પડાલ ગામના 48.68.15 હેકટરમાં સરકારી ગૌચર જમીનનો દુરુપયોગ

 


ભરૂચ, ગુજરાત – ઝાડિયા ના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ન્યૂ ઈન્ડિયા મિનરલ્સ ઈન્ડસ્ટ્રીઝને પડાલ ગામ, ઝઘડિયા તાલુકામાં 48.6815 હેકટર માં (જૂના સ.નં. 552, 554, 553, 559, 581 (પૈં); નવા સ.નં. 407, 408, 330, 399, 379) આપવામાં આવેલ સિલિકા સેન્ડ ખનીજ ની લીઝનો મોટો પર્દાફાસ કરેલ છે. તેમને જણાવ્યું છે કે આ લીઝ રદ કરવા માટે સ્થાનિકો દ્વારા અનેકો ફરિયાદ થઇ છે. આ લીઝ અને લીઝ માટે મેળવેલ જરૂરી પરવાનગીઓ ખોટી માહિતીના આધારે મેળવી હોવાનું વખતો વખત રજુઆતો અને આરોપ થયેલ છે. પરંતુ લાગુ અધિકારીઓ, ખાણ ખનીજ કચેરી ભરૂચ, ભરૂચ કલેકટર અને ચીફ મીનીસ્ટર ભુપેન્દ્ર પટેલ અને તેમની ઓફીસ દ્વારા કેમ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? જો આ લીઝ માટે યોગ્ય કાર્યવાહી અને તપાસ કરવામાં આવે તો સુરત ના કોભાંડ થી પણ મોટું કોભાંડ બહાર આવે તેમ છે. સુરત સ્કેમ માં .૧૭ લાખ સ્ક્વેર મીટર નો હતો જયારે સદરહુ લીઝ વિસ્તાર .૮૬ લાખ સ્ક્વેર મીટર છે.

 મુખ્ય આરોપો:


ગૌચર ની જમીન માં આ લીઝ ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર ના હુકામ નં. MCR-1581(N-27)42/6. તા. ૨૭/૦૫/૧૯૮૨ થી 48.6815 હેકટર (118.6114 એકર) માત્ર ૨૦ વર્ષ માટેજ આપવામાં આવેલ હતી. જેમાં પણ ગ્રામસભાની મંજુરી મળેલ નથી.

જયારે હાલમાંજ ભરૂચ જીલ્લા માં CRZ લાગુ થવાના કારણે CRZ ના નિયમ નું પાલન કરી ઘણી બધી લીઝો રદ કરી દેવામાં આવી છે. ત્યારે “ગૌચર” ની જમીન બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ ના તા. 28/01/2011 ના ચુકાદા અને ગુજરત સરકારની તા. 01/04/2015 થી લાગુથાયેલ ગૌચર નીતિ (ગૌચરની જમીનના વ્યવસ્થાપન કરવા અંગેની નીતિ) સ્વયં સ્પષ્ટ હોવા છતાં વિવાદિત ગૌચર માં આવેલ સિલિકા સેન્ડ ની લીઝ રદ કેમ કરવામાં આવતી નથી? શા માટે ખાણ ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગ અરજદારો ને વખતો વખત “ખો” આપે છે? શું આમાં ભાજપનાજ મોટા નેતાઓ સંકળાયેલ છે?

 

ખોટા આંકડા: SEAC મિટિંગમાં ખોટી માહિતી આપવામાં આવી, જે જમીનના પ્રકાર વિશે ભૂલભૂલૈયું ફેલાવતી હતી.

સરકારી ગૌચર ની જમીન ને સરકારી પડતર અને ખેતીની જમીન બતાવી પર્યાવરણ મંજુરી મેળવેલ છે.

 

ગૌચર જમીનનો દુરૂપયોગ: આ વિસ્તાર “ સરકારી ગૌચર” તરીકે નિયુક્ત (નીમ થયેલ) છે, ગૌચર ની જમીનો  “ગુજરાતની ગૌચર નીતિ“ અને “સુપ્રીમ કોર્ટના” ચુકાદાઓ હેઠળ સુરક્ષિત છે.

 

પર્યાવરણીય મંજૂરીના શરતનો ઉલ્લંઘન: ખોટી માહિતી અંતર્ગત મેળવેલ પર્યાવરણ મંજુરી (EC – Environment Clearance)  ને બિનબિનકૃત બનાવે છે, તેમજ EC રદ થવા પાત્ર છે.  તેમ છતાં ખાણકામ ચાલુ છે.

 

આદિવાસી અધિકારો: આ વિસ્તાર સંવિધાન ની અનુસૂચિત મુજબ નો આદિવાસી વિસ્તાર છે, જે વિવિધ કાનૂની વિધિઓ દ્વારા સુરક્ષિત છે.

 

સ્થાની કોની પ્રધાન મંત્રી અને ચીફ મીનીસ્ટર ને કરેલ ફરિયાદો, ખાણ ખનીજ  વિભાગ ને કરેલ ફરિયાદો, SEAC મિટિંગ મિનિટ્સ , -૧૨ ના નમુના અને તેમાં ખોટી રીતે થયેલ નોધો અને પડાલ ગામના ગ્રામ સભાના ઠરાવ બાબતે યોગ્ય તપાસ થાય તો બધું બહાર આવી જશે.

 

વારંવાર ફરિયાદો હોવા છતાં, અધિકારીઓએ કોઇ કાર્યવાહી કરી નથી, જેને કારણે વસાવાએ આ મામલાને વડા પ્રધાન અને ગુજરાતના મુખ્ય પ્રધાન સુધી લાવવાનો નિર્ણય કર્યો છે.

 

જો ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ યોગ્ય તપાસ કરશે, તો સુરત કૌભાંડ થી પણ ઘણું મોટું હજારો કરોડ રૂપિયાનું  આ જમીન અને ખનીજ કૌભાંડ બહાર આવી શકે છે.



 

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond