ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા એ અત્યારે યોજાયેલ ૨૦૨૪ લોકસભા ઈલેક્શન માં ૬૦૮૧૫૭ મત મેળવ્યા અને ૮૫૬૯૬ મત ની લીડ મેળવી જંગી બહુમતી મેળવી છે. જે હકીકત માં બિરદાવવા લાયક છે. અને મનસુખ વસાવા આ વખતે પણ એક કિંગ સાબિત થયા છે. અને આનેજ એક સાચા લોક સેવક અને અનુભવી રાજનેતા કહેવાય.
સાંસદ મનસુખ વસાવા ની જીત માટે આ વખતે
કપરી પરીસ્થિતિ અને અનેકો અનેક પડકારો હતા.
મનસુખ વસાવા ને હારાવવા માટે આ વખતે
તેમની સામે એક પ્રત્યાસી ન હતો પરંતુ આખે આખે આખી આમ આદમી પાર્ટી હતી, આમ આદમી પાર્ટી
આખા ગુજરાત માં માત્ર બેજ સીટો પર લડતી હતી જેમાં તેમનું મુખ્ય ધ્યાન આદિવાસી
વિસ્તાર ની ભરૂચ સીટ પર હતું. જેથી આખા ગુજરાત ના આમ આદમી પાર્ટીના ના બધાજ લોકો
મનસુખ વસવાની સામે હતા. જેઓ નીન્મ કક્ષાન ની રાજ નીતિ કરી રહ્યા હતા, જે આપણે આ
ચૂટણીમાં જોયુજ છે. સાથે સાથે કોંગ્રેસ, ઇન્ડિયા ગઠબંધન અને બીજા ઉમેદવારો પણ
મનસુખ વસવાની સામેજ હતા.
ખનીજ માફિયા અને અધિકારીઓ ની સામે
મનસુખ વસાવા અનેકો અનેક વખત બોલતા આવ્યા છે જેના કારણે ખનીજ ના ધંધા સાથે જોડાયેલ
બધાજ લોકોની આખે આખી લોબી મનસુખ વસાવા વિરુધ કામ કર્યું હતું. અને મનસુખ વસાવાને
હરાવવા એડી ચોટીનું જોર લગાવી દીધું હતું.
ક્ષત્રીય સમાજ નું આંદોલન પણ એક મોટું
પરિબળ હતું જેના કારણે પણ ભાજપ અને મનસુખ વસાવા ની સામે એક મોટો પડકાર રહ્યો હતો.
ભરૂચ જીલ્લા સંગઠન નાજ ઘણા વિઘ્ન સંતોષી માણસો પણ સતત મનસુખ વસાવા ને હરાવવાજ કામ કરીરહ્યા હતા તેતો સ્પસ્ટ પણે લોકોએ જોયુજ છે. જે બાબતે વખતો વખત લોકોમાં ચર્ચાનો વિષય બનેલો હતો.
બીજું એક પરિબળ “આદિવાસી એકતા પરિસદ”
હતું, ઘણા લોકોનું માનવું છે કે આદિવાસી એકતા પરિસદે પણ ભાજપ અને મનસુખ
વસાવા વિરુધ માં પૂરી તાકાત થી કામ કર્યું હતું. જેના કારણે પણ ભરૂચ જીલ્લામાં પણ
ભાજપને મોટું નુકશાન થયેલ છે.
આબધાજ પરિબળો એ મનસુખ વસાવા ને જીતાડવા
માટે કામ કરતા લોકોને પણ ટાર્ગેટ કર્યા છે.
આવા અનેક પરિબળો વચ્ચે મનસુખ વસાવા એ
૨૦૨૪ ની ભરૂચ લોકસભા ૭ મી વખત જીતી પોતાને સાબિત કરી બતાવ્યા છે. લોકોએ મનસુખ
વસાવા ની સ્પષ્ટ છબી અને લોકોના કામો કરવા સદા તત્પર રેહનાર, અને પોતાના
લોકો માટે ગમેતેની સામે લઢી લેનાર એવા મનસુખ વસાવા ને ચુંટ્યા છે, અને તેમને
જીતાડવા જી-જાન થી મેહનત પણ કરી છે.
No comments:
Post a Comment