સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નનું ભારત: શું આપણે તેમની અપેક્ષા પર ખરા ઉતરી રહ્યા છીએ?
ભારત માતા કી જય સાથે આજના પવિત્ર દિવસે આપને
આ પત્ર લખું છું.
સરદાર વલ્લભભાઈ પટેલ જી જયારે ડો. ભીમરાવ આંબેડકર જી ને મળવા ગયા ત્યારે તેમને કહ્યું હતું કે “ હું ખેડૂત છું અને મને ખબર છે કે કયું બીજ સારી ફસલ આપશે.” આ વાક્ય સાથે ભારત ના સંવિધાન નો મુસદ્દો લખવાનું કામ ડો. ભીમરાવ આંબેડકર ને સોપેલ હતું. અને ભારત નું સંવિધાન શર્વાનું મતે “સંવિધાન સભા” માં રચાયું.
આપણે સૌ જાણીએ છીએ કે ડો. ભીમરાવ આંબેડકર સાહેબે ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાના રક્ષણ કરવા માટે આપણા મહાન સંવિધાનની રચના કરી. એ સમયે, બાબા સાહેબે કેટલી અગમ્ય પરિસ્થિતિઓનો સામનો કર્યો હશે, તે જાણીને આપણે સહુ નવાઈ માનીએ છીએ. તેમ છતાં, તેમણે મક્કમતા સાથે લોકહિત માટે સંવિધાન રચી આપણને આપ્યું.
"રાતો-રાત હું એટલા માટે
જાગું છું કારણકે મારો સમાજ સૂઈ રહ્યો છે."
"જીવન લાંબુ હોવાની
જગ્યાએ મહાન હોવું જોઈએ."
આજે જો સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ હોત તો શું જોતા? શું આપણા દેશમાં સંવિધાનનું
પાલન થાય છે? આજે સંવિધાનના રક્ષણ માટે કોણ કામ કરી રહ્યું
છે? લોકોને તેમના સંવિધાનિક હક્કો મળી રહ્યા છે? જેમની ફરજ છે કે સંવિધાન અને કાયદાનું પાલન કરાવવું, તેઓ તેમની ફરજ નિભાવી રહ્યા છે? શું કાયદાના રક્ષકો
તે લોકોની મદદ કરી રહ્યા છે જેઓ સંવિધાન અને લોકોના સંવિધાનિક હક અને અધિકાર માટે લડી રહ્યા છે? આ પ્રશ્નો આપણા મનમાં જરૂરથી ઉદભવતા હશે.
હાલમાં આપણે જોયે તો, આપણા દેશના બંધારણને ટકાવી રાખવાની અને તેના મૂલ્યોને સાચવવાની જવાબદારી દરેક ભારતીય નાગરિકની છે, ખાસ કરીને આઈએએસ અધિકારીઓની. ભારત ના લોખંડી પુરુષ સરદાર વલ્બંલભ ભાઈ પટેલે આઈ.એ.એસ ને સ્ટીલ ફ્રેમ અઓફ ઇન્ડિયા તરીકેજ રહ્યું હતું. બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે અને તે આપણા ભારતને સંપ્રભુતા, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી અને ગણરાજ્ય તરીકે સ્થાપિત કરે છે.
જયારે મેં મારી જાત ને પૂછ્યું કે, શું હું મારા દેસ ના સંવિધાન અને મારા દેસ ના લોકોના હિત માટે મારી ફરજ નિભાવી છે? શું મારાથી મારી શક્તિ પ્રમાણે જે કઈ થઇ શકતું હતું તે મેં કર્યું છે? તો મારો જવાબ “હા” છે. મને માન છે કે મારા દેસ ના સંવિધાને મને આદિવાસી નો દરજો આપ્યો મને ST – Scheduled Tribe નો દાખલો મળ્યો જેના કારણે હું ભણી ગણી સક્યો અને મેં મારા ફરજના ભાગરૂપે મારાથી મારા વિસ્તાર ના દરેક જાતિ, ધર્મ અને સમુદાય ના લોકોના હિત માટે હું સદાય પ્રયત્ન સીલ રહ્યો છું અને રહીશ.
સરદાર પટેલના આદિવાસી સમાજ માટે વિચારો
આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસઃ
સરદાર પટેલને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસમાં
દ્રઢ વિશ્વાસ હતો. તેમના મતે, આદિવાસીઓને શિક્ષણ, આરોગ્ય અને આર્થિક સુધારાની તકો
આપવી જોઈએ જેથી તેઓ રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે. (સંદર્ભઃ Sardar Patel's
Correspondence, Vol. 7, p. 346)
આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનું જતનઃ
સરદાર પટેલ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના
મહત્વને સમજતા હતા. તેમને એમ માનતા હતા કે આદિવાસી સમાજની ઐતિહાસિક પરંપરાઓનું જતન કરવું જોઈએ અને તેમને તેમના જ
રહેઠાણમાં વિકાસ થાય તે પ્રોત્સાહન આપવું જોઈએ. (સંદર્ભઃ Sardar Patel's Correspondence, Vol. 8, p. 124)
આદિવાસી સમસ્યાઓનું નિરાકરણઃ
સરદાર પટેલ આદિવાસીની સમસ્યાઓ, જેમ કે જમીન સંપાદન અને
સામાજિક અન્યાય, સમશ્યાઓ ને સમજતા હતા. તેમણે આ સમસ્યાઓના
નિરાકરણ માટે કામ કર્યું અને આદિવાસીઓને ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો. (સંદર્ભઃ Sardar
Patel: Speeches and Documents, Vol. 1, p. 182)
આદિવાસી સમાજે પણ “Statue of Unity” નો ક્યારેય વિરોધ કર્યો નથી, તેમને તો સ્પષ્ટ પણે જણાવેલ છે કે માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ નો અમે આવકાર કરીએ છે, પરંતુ જે વિરોધ છે તે ડેવેલોપ મેન્ટ ના નામ પર આદિવાસી સમાજ ના લોકોની જમીનો પડાવી લેવામાં આવે છે તેનો વિરોધ છે.
આજે આદિવાસી વિસ્તારો માં આડેધડ, કાયદાવીરૂઢ અને સંવિધાન નું ઉલંઘન કરી અનુસૂચી ૫ ના વિસ્તારોમાં સરકાર ની રોયલ્ટીની ચોરી કરી રહેલ ખનીજ ચોરી થઇ રહી છે. કાયદા ઓનું ખોટું અર્થ ઘટન કરવામાં આવે છે.પર્યાવરણ ને નુકશાન કરવામાં આવે છે. આદિવાસી ઓની જમીન પર ખોટીરીતે લીઝ ધારકો કબજો કરી રહ્યા છે. આડેધડ ખાણકામ થઇ રહ્યા છે. રોડ રસ્તા તૂટી રહ્યા છે અને જાહેર સંસાધનોને નુંક્ષાની થઇ રહી છે. આ બધી પ્રવૃતિઓ કાબુમાં આવવી જરૂરી છે. આનાથી માત્ર આદિવાસી સમાજ ના લોકોને નુંક્ષાની નથી પરંતુ આદિવાસી વિસ્તાર માં રહેતા દરેક સમાંજ,વર્ગ,ધર્મ ના બધાજ લોકોને નુંક્ષાની થઇ રહી છે.
આપળે હવા, પાણી, જમીન, જંગલ ની શું કીમત કરી શું? આવનારી પેઢીને શું જવાબ આપીશું? આજે તાપી, મહીસાગર, સાબરમતી, વિશ્વા મીત્રી, ઢાંઢર વગેરે નદીઓની હાલત રેતી ખનન ના કારણે શું થઇ છે? જેને આપળે મૈયા કહીએ છે તે નર્મદા નદી ની હાલત બગડવામાં હવે સમય બાકી નથી.
નર્મદા નદી ની એક તરફ સરદાર ડેમ આવી ગયો છે બીજી તરફ ભાડભૂત બેરેજ બની રહ્યો છે. નદી માં જે રેતી છે તે દિવસે દિવસે મોટી માત્રામાં ઉલેચાય રહી છે. તો રેતીજ નહિ હોય તો કુદરતી રીતે જે પાણી સાફ થાય છે અને જમીન માં પણ સુધ્ધ પાણી પચે છે તે કેવી રીતે થશે?
સરદાર વલ્લભભાઈ પટેલ એ મહામેહાનતે અખંડ ભારત બનાવ્યું હતું. ડૉ. ભીમરાવ આંબેડકર - બંધારણ સમિતિના અધ્યક્ષ અને મુખ્ય ઘડવૈયા. રાજેન્દ્ર પ્રસાદ - બંધારણ સમિતિના ઉપાધ્યક્ષ. તેમજ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, બી.આર. આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, કે.એમ. મુનશી, જયપાલસિંહ મુંડા અને અનેક મહાન નેતાઓ અને વિદ્વાનોએ બંધારણના ઘડવામાં યોગદાન આપ્યું છે, તે સર્વ ને સત સત નમન.
મારા આ પત્ર વાંચવા બદલ આભાર.
તમારો વિશ્વાસુ,
ડૉ. ભાવિનકુમાર શાંતિલાલ વસાવા
જિલ્લો: ભરૂચ, ગુજરાત, ભારત

No comments:
Post a Comment