રાજકોટ ગેમ ઝોન આગ: BJP મંત્રી ભાનુ બાબરિયાએ 8 દિવસ પછી મગરના આંસૂ સાર્યા - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, June 1, 2024

રાજકોટ ગેમ ઝોન આગ: BJP મંત્રી ભાનુ બાબરિયાએ 8 દિવસ પછી મગરના આંસૂ સાર્યા

 

PC: divyabhaskar.co.in

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનાન 8 દિવસ પછી હવે ભાજપના નેતાઓ પ્રગટ થયા છે, તે પણ પીડિત પરિવારોની સામે નહીં, મીડિયાની સામે આવ્યા છે. ભાજપના ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયા તો મીડિયા સમક્ષ રડી પડ્યા અને પાછા પળવારમાં હસવા પણ માંડ્યા. ભાનુ બાબરિયાએ મીડિયા સમક્ષ મગરના આંસૂ સાર્યા હતા.

રાજકોટમાં આગની ઘટનાના 8 દિવસ પછી હવે ભાનુ બાબરિયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, રાજકોટ ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી,પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ મીડિયાની સામે આવ્યા હતા અને પોતાની કેફિયત રજૂ કરી હતી.

ભાનુ બાબરિયાએ કહ્યું કે, જો TRP આગની ઘટનામાં મારું કોઇક પણ જગ્યાએ નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઇશ.ગોવિંદ પટેલ,કમલેશ મીરાણી, પુષ્કર પટેલે પણ આવી જ વાત કરી હતી.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond