છોટા ઉદેપુરમાં આ વખતે કોંગ્રેસની સામે કોંગ્રેસની લડાઇ હશે - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Monday, April 15, 2024

છોટા ઉદેપુરમાં આ વખતે કોંગ્રેસની સામે કોંગ્રેસની લડાઇ હશે

 

PC: news18.com

છોટા ઉદેપુર લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ વર્સીસ કોંગ્રેસની લડાઇ જોવા મળશે. છોટા ઉદેપુરની સીટ 1977થી છે. આ વખતે ભાજપે જસુ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે અને કોંગ્રેસે સુખરામ રાઠવાને ટિકિટ આપી છે. આ બેઠક પર આદિવાસી મતદારોનું વર્ચસ્વ છે અને મતદારો કોંગ્રેસની સાથે રહેતા હતા.

પરંતુ આ વખતે ભાજપે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને યુપીએ સરકારમાં રેલવે રાજ્ય મંત્રી રહી ચૂકેલા નારણ રાઠવાના ભાજપમાં સામેલ કરી દીધા છે. છોટા ઉદેપુરની બેઠક પર રાઠવા રાજ કહેવામાં આવે છે. નારાણ રાઠવા, મોહનસિંહ રાઠવા અને સુખરામ રાઠવાનું રાજ ચાલે. ભાજપે નારણ રાઠવા અને મોહનસિંહને પોતાના તરફ કરી લીધા છે. ભાજપ આ બેઠક પર 2009થી 2019 એમ 3 વખત જીત્યું છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond