ગુજરાત લોકસભા: 5 કોળી, 2 આહીર અને 7 પાટીદાર ઉમેદવાર ચૂંટણી મેદાનમાં - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Monday, April 15, 2024

ગુજરાત લોકસભા: 5 કોળી, 2 આહીર અને 7 પાટીદાર ઉમેદવાર ચૂંટણી મેદાનમાં

 

PC: abplive.com

લોકસભા 2024ની ચૂંટણીમાં 5 કોળી, 2 આહીર અને 7 પાટીદાર સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતારવમાં આવ્યા છે. રાજકોટમાં કડવા પાટીદારનું વર્ચસ્વ છે તો સુરેન્દ્રનગરમાં કોળી, પોરબંદરમાં લેઉવા પાટીદાર, જામનગરમાં આહીર, જુનાગઢમાં કોળી, અમરેલીમાં પાટીદાર અને ભાવનગરમાં કોળી અને ક્ષત્રિય મતદારોની સંખ્યા સૌથી વધારે છે.

જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમ આહીર છે અને કોંગ્રેના ઉમેદવાર જે.પી.મારવિયા પાટીદાર છે. જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઇ જોટવા બંને કોળી સમાજના છે. પોરબંદરમાં ભાજપના મનસુખ વસાવા અને કોંગ્રેસના લલીત વસોયા બંને લેઉવા પાટીદાર છે. ભાવનગરમાં ભાજપના નીમુબેન બાંભણિયા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા બંને કોળી સમાજના છે. સુરેન્દ્ર નગરમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઇ શિહોરા અને કોંગ્રેસના ઉમેદવાર રૂત્વીક મકવાણા બંને કોળી સમાજના છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond