ભરૂચ: ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ, ભાજપના આગેવાનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Sunday, April 14, 2024

ભરૂચ: ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ, ભાજપના આગેવાનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

 


ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું

ભરૂચમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જ્યંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ફુલહાર સહિતના વિવિધ કાર્યકમો યોજાયા હતા. સાંસદ સભ્ય મનસુખ વસાવા,ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,વગરના ધારાસભ્ય અરુણસિંહ રણા,ધર્મેશ મિસ્ત્રી,ભાજપ અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ કનું પરમાર પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મહાનુભાવો, ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સહિત ભરૂચ જિલ્લામાં દલિત સમાજ હોદ્દેદારો અને સંગઠનો દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી તેમને શ્રદ્ધાસુમન પાઠવાયા હતા



No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond