પરષોત્તમ રૂપાલા અને BJPની ઉંઘ હરામ કરનાર ક્ષત્રિય સમાજના 10 મોટા માથા છે - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Monday, April 15, 2024

પરષોત્તમ રૂપાલા અને BJPની ઉંઘ હરામ કરનાર ક્ષત્રિય સમાજના 10 મોટા માથા છે

 

PC: rajpoot

ભાજપના લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજકોટમાં જે નિવેદન આપ્યું હતું તેને કારણે ક્ષત્રિય સમાજમાં જે વિરોધનો વંટોળ ઉભો થયો છે, તેમાં ક્ષત્રિય સમાજના આ 10 મોટા ચહેરાંઓ છે જેમણે ભાજપ અને રૂપાલાની ઉંઘ હરામ કરી નાંખી છે. છેલ્લાં 22 દિવસથી રૂપાલાને હટાવોની માંગ સાથે ક્ષત્રિય સમાજ ઠેર ઠેર વિરોધ કરી રહ્યો છે.

ક્ષત્રિય સમાજના જે 10 ચહેરાં ઓ આંદોલનની આગેવાની કરી રહ્યા છે તેમાં પદ્મિનીબા વાળા, પૂર્વ પોલીસ કર્મચારી પી.ટી. જાડેજા,ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને કોંગ્રેસ નેતા નયનાબા જાડેજા, નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તૃપ્તિબા રાઓલ, GEBના પૂર્વ એન્જિનિયર રમજુબા જાડેજા,

ક્ષત્રિય આંદોલનના પ્રવક્તા કરણસિંહ ચાવડા, વિજયસિંહ ચાવડા, વાસુદેવ ગોહિલ, રાજ શેખાવત, વીરભદ્રસિંહ જાડેજા સામેલ છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond