![]()
આસો નવરાત્રીનાં છઠ્ઠાં દિવસે માં કાત્યાયનીનાં આશીર્વાદ મેળવવાથી તમારા તમામ અટકાલેયા કામ પાર પડશે. છઠ્ઠાં નોરતે માં દુર્ગાનાં પહેલા સ્વરૂપનું પૂજન આ રીતે કરવું જોઈએ.
- આજે આસો નવરાત્રીનો છઠ્ઠો દિવસ
- માં કાત્યાયનીને યશનું પ્રતિક માનવામાં આવે છે
- માં કાત્યાયનીનું વિધિવત પૂજન-અર્ચન કરવું જોઈએ
દેશભરમાં માં દુર્ગાની નવરાત્રી પર્વની ધૂમધામથી ઊજવણી કરવામાં આવે છે. નવરાત્રીમાં જો વિધિ-વિધાનથી માંનું પૂજન કરવામાં આવે તો સમગ્ર પરિવાર પર માતાજીની કૃપા વરસતી રહે છે. નવરાત્રીનાં આજે એટલે કે છઠ્ઠાં નોરતે આપણે માં કાત્યાયનીનાં ભવ્ય દર્શન કરવા જોઈએ. એટલું જ નહીં પવિત્ર મનથી માંનું વિધિવત પૂજન કરવું જોઈએ.
માં કાત્યાયનીનું સ્વરૂપ
માં દુર્ગાનાં આ સ્વરૂપને સફળતા અને યશનું પ્રતીક માનવામાં આવે છે. માં કાત્યાયની માં સિંહ પર સવાર હોય છે. તે ચતુર્ભુજ છે. 2 ભુજાઓમાં કમળ અને તલવાર ધારણ કરેલ છે. માંની એક ભુજામાં વર મુદ્રા અને બીજી ભુજા અભય મુદ્રામાં રહે છે.
છઠ્ઠાં નોરતે પૂજાનું શુભ મુહૂર્ત
- 04:44 AM થી 05:34 AM
- 05:09 AM થી 06:25 AM
- 1:43 AM થી 12:28 PM
- 01:59 PM થી 02:45 PM
- 05:47 PM થી 06:12 PM
- 05:47 PM થી 07:03 PM
21 ઓક્ટોબર
- 11:41 PM થી 12:31 AM
- 06:25 AM થી 08:41 PM
મા કાત્યાયની પૂજાની રીત
- સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું.
- સ્વચ્છ વસ્ત્રો પહેરવાં.
- માતાની મૂર્તિને શુદ્ધ જળ અથવા તો ગંગા જળથી સ્નાન કરાવો.
- માતાને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો.
- આ બાદ માતાજીને ફૂલ અને કુમકુમ ચઢાવો.
- માંને પાંચ પ્રકારના ફળ અને મીઠાઈઓ અર્પણ કરો.
- માતા કાત્યાયનીને મધ પણ ધરાવો.
- માંનું ધ્યાન કરો અને એ બાદ આરતી કરો.
માં કાત્યાયની મંત્ર
ॐ देवी कात्यायन्यै नम:॥
मां कात्यायनी का प्रार्थना मंत्र
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद् देवी दानवघातिनी॥
માં કાત્યાયની સ્તુતિ મંત્ર
या देवी सर्वभूतेषु मां कात्यायनी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥
No comments:
Post a Comment