ફરી ગુજરાત આવશે PM મોદી, 31 ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં એકતા પરેડનું ભવ્ય આયોજન, જાણો વિગત - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Thursday, October 19, 2023

ફરી ગુજરાત આવશે PM મોદી, 31 ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં એકતા પરેડનું ભવ્ય આયોજન, જાણો વિગત

 Independence Day 2023: 'All rating agencies lauding India', says PM Modi at  Red Fort | Mint

PM Modi will visit Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ફરી આવશે ગુજરાતના પ્રવાસે, કેવડિયા કોલોની ખાતે આયોજિત એકતા પરેડમાં રહેશે ઉપસ્થિત

 PM Modi will visit Gujarat: આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી કેવડિયા કોલોની ખાતે આયોજિત એકતા પરેડમાં હાજરી આપશે. આપને જણાવી દઈએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ 31મી ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કર્યો છે. વર્ષ 2019, 2020, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા પરેડમાં હાજરી આપી હતી. ત્યારે આ વર્ષે પણ પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજર રહેશે. 

SOU ખાતે યોજાશે એકતા પરેડ
31 ઓક્ટોબર 2023ના રોજ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ વર્ષે ફરીથી વર્ષ 2023માં નરેન્દ્ર મોદી એકતા પરેડમાં હાજરી આપવા માટે એકતા નગર ખાતે 31 ઓક્ટોબરના રોજ આવી રહ્યા છે. 

સુરક્ષા એજન્સીઓના વડા રહેશે હાજર
આ એકતા પરેડમાં સી.આઈ.એસ.એફ, બી.એસ.એફ, ગુજરાત પોલીસ, એન.સી.સી, દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી કલ્ચરલ પ્રોગ્રામ માટે એકતા નગર ખાતે અનેક કલાકારો પણ પહોંચશે. 

આગામી 29-30 સપ્ટેમ્બરના રોજ PM મોદી આવશે ગુજરાત પ્રવાસે, જાણો 2 દિવસનો  સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ | PM Modi will come to Gujarat on September 29-30

એરફોર્સ દ્વારા કરાયો હતો એર શૉ
આપને જણાવી દઈએ કે કે, ગત વર્ષે પહેલીવાર એરફોર્સ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ દરમિયાન એર શૉ પણ કરવામાં આવ્યો હતો. તો કલ્ચરલ પ્રોગ્રામમાં ગુજરાતના ગરબા, કથક નૃત્ય અને પંજાબના ભાંગડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond