દિવાળી પછી ગુજરાતમાં 2000 હીરાના કારખાના ખુલ્યા જ નથી, રત્નકલાકારો પલાયન - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Thursday, December 12, 2024

દિવાળી પછી ગુજરાતમાં 2000 હીરાના કારખાના ખુલ્યા જ નથી, રત્નકલાકારો પલાયન

 

PC: Khabarchhe.com

દિવાળી વેકેશન પછી ગુજરાતમાં લગભગ 2000 જેટલા હીરાના કારખાનોઓ ખૂલ્યા જ નથી, જેમાં સુરતના 1000 કારખાનાઓ અને સૌરાષ્ટ્રના 1000 કારખાનાઓનો સમાવેશ થાય છે. આ વિગત ડાયમંડ યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશ જીલરિયાએ આપી છે.

જીલરિયાએ કહ્યું કે, રાજકોટ, અમેરલી, અમદાવાદ, બોટાદ, સુરતમાં દિવાળી વેકેશન પછી ઘણા કારખાનાઓ ખુલ્યા નથી અને જે ખુલ્યા છે તેમાં પણ 50થી 60 ટકા રત્નકલકારોને જ કામ મળી રહ્યું છે. આગામી દિવસોમાં 2 લાખ રત્નકલાકારો નોકરી ગુમાવશે એમ જીલરિયાએ કહ્યું છે.

બીજી તરફ ડાયમંડ ઉદ્યોગની કારમી મંદીને કારણે રત્નકલાકારો સુરત છોડીને માદરે વતન પલાયન થઇ રહ્યા છે અને તેમના બાળકોને શાળામાંથી ઉઠાડી રહ્યા છે. ખાનગી શાળાઓમાંથી પણ વાલીઓ તેમના સંતાનોના  LC  પાછા લઇ રહ્યા છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond