ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ OBC સમાજમાંથી હોય શકે છે - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Tuesday, November 26, 2024

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ OBC સમાજમાંથી હોય શકે છે

 


ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તાજેતરમાં સુરતના એક કાર્યક્રમમાં વાત કરી હતી કે મારી વિદાય વસમી ન બની, કાર્યકરોએ વાવની બેઠક જીતાડીને મારી વિદાય ખુશીથી ભરી દીધી. આ પછી ગુજરાતના સંગઠનમાં બદલાવની ચર્ચા શરૂ થઇ ગઇ છે. સી આર પાટીલ 4 વર્ષથી પ્રદેશ પ્રમુખ છે.

હવે રાજકારણમાં એવી ચર્ચા છે કે આ વખતે ગુજરાતનો નવો પ્રદેશ પ્રમુખ OBC સમાજમાંથી હોવાની શક્યતા વધારે છે. પાટીદાર સમાજને પાર્ટીએ ઘણું આપ્યું છે એટલે આ વખતે OBCના ચાન્સ મળી શકે છે.

OBC સમાજમાંથી જેમના નામ ચર્ચામાં છે તેમાં દેવું સિંહ ચૌહાણ કે જેઓ ખેડાના સાંસદ છે. બીજું નામ પૂર્ણેશ મોદીનું છે જેઓ સુરતના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય છે, ત્રીજું નામ જગદીશ વિશ્વકર્માનું છે જેઓ નિકોલના ધારાસભ્ય છે અને ચોથું નામ મયંક નાયકનું છે જેઓ રાજ્યસભા સાંસદ છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond