મનસુખ વસાવા નો ગંભીર આરોપ: રેતી માફિયાઓ સાથે ભરૂચ-નર્મદા-વડોદરા જિલ્લાનાં વહીવટી તંત્ર ની મિલીભગત - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Monday, November 25, 2024

મનસુખ વસાવા નો ગંભીર આરોપ: રેતી માફિયાઓ સાથે ભરૂચ-નર્મદા-વડોદરા જિલ્લાનાં વહીવટી તંત્ર ની મિલીભગત


ભરૂચનાં સાંસદ મનસુખ વાસવાએ ગંભીર આરોપ મૂક્યો છે કે સ્થાનિક વહીવટી તંત્ર  રેતી માફિયાઓ સાથે મિલીભગત કરી રહ્યા છે. નર્મદા નદીમાં થતી ગેરકાયદેસર રેતી ખનનને કારણે અનેક મૃત્યુ થયા છે અને પર્યાવરણને નુકસાન થયું છે.


શુકલતીર્થ ગામમાં રેતી માફિયાઓ દ્વારા ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં ચાર લોકોનાં મૃત્યુ થયા હતા. વાસવાએ જણાવ્યું કે જિલ્લા સંકલન બેઠકોમાં આ મુદ્દો ઉઠાવવા છતાં ગેરકાયદેસર રેતી ખનન ચાલુ જ છે. નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર બોટોનો ઉપયોગ કરીને રેતી ખનન કરવામાં આવી રહ્યું છે.


ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનનની ફરિયાદ મળતાં જિલ્લા કલેક્ટરે ખાણ ખનિજ અધિકારી, મામલતદાર અને પોલીસને તપાસ માટે મોકલ્યા હતા. પરંતુ આ ટીમ રેતી માફિયાઓને પકડવાને બદલે ભગાડી મૂકી હતી.


વાસવાએ આક્ષેપ કર્યો કે ત્રણેય જિલ્લાના વહીવટી તંત્ર  અને કેટલાક રાજકીય નેતાઓ રેતી માફિયાઓને સમર્થન આપી રહ્યા છે. નર્મદા નદીમાં ગેરકાયદેસર પુલિયા બનાવીને ડમ્પરો દ્વારા રેતીનું વહન કરવામાં આવી રહ્યું છે. આ બધી પ્રવૃત્તિઓની જાણકારી હોવા છતાં વહીવટી તંત્ર  કોઈ કાર્યવાહી કરતા નથી.


વાસવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રાજ્ય સ્તરની ટીમ બનાવીને ગેરકાયદેસર રેતી ખનન કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.


ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા એ તેમની પોસ્ટ માં લાક્યું છે કે...

 

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે રેત માફિયાઓ દ્વારા ઊંડાણ થી રેતી કાઢવાના કારણે ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે એમાં ડૂબી જવાથી ચાર લોકોનાં મૃત્યુ પામ્યા હતા, જેને લઈને જીલ્લાનાં ધારાસભ્ય શ્રી ઓ તથા મે સ્વયં જીલ્લા સંકલનની મીટીંગ માં આ મુદ્દો ઉઠાવ્યો હતો, સમગ્ર નર્મદા કાંઠે, નર્મદા જીલ્લા, વડોદરા જીલ્લા અને ભરૂચ જીલ્લામાં આવા ખાડા માં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે. ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં ૨૫-૩૦ મોટી મશીન બોટ (બાજ) ત્રણે જીલ્લામાં ચાલે છે જે બંધ કરાવું જોઈએ. સંકલનમાં આટલી ચર્ચા થવા છતાં હજુ પણ બેરોકટોક ગેરકાનૂની રીતે રેતી કાઢવાનું કાર્ય ચાલુ છે.

 

ગઈકાલે મેં ઝઘડિયા તાલુકાના ઇન્દોર તથા નાના વાસણા ગામના સ્થાનિક લોકોની રજૂઆતને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર નું ધ્યાન દોર્યું.

 

કલેક્ટરશ્રીની સૂચના થી ખાણ ખનિજ અધિકારી, મામલતદાર ઝઘડિયા અને સ્થાનિક પોલીસ વ્હેલી સવારે છ વાગે આ ટીમ ઘટના સ્થાને પહોંચીને એ રેત માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે, ગઈકાલે પણ નાના વાસણામાં જ્યાં લીજ મંજૂર નથી થઈ તેવી જગ્યા એ થી મોટા પ્રમાણમાં રેતી કાઢી રહ્યા હતા અને તેઓ તમામ વડોદરા જિલ્લાના હતા અને ભરૂચ જીલ્લાની હદ માંથી રેતી કાઢી રહ્યા હતા, ગઈ કાલે પણ નાના વાસણા ગામે કલેકટરશ્રી એ ખાણ ખનીજ, પ્રાંત અને મામલતદાર ની ટીમ ને મોકલ્યા હતા પણ આ ટીમ એ કાર્યવાહી કરવાનાં બદલે એમને ભગાડી મૂક્યા હતાં.

 

મારું સ્પષ્ટ માનવું છે ત્રણે જિલ્લાનાં કલેકટર, પ્રાંત, ખાણ ખનીજ અધિકારી, પોલીસ અધિકારીઓ, તાલુકા અને જીલ્લા પંચાયતના અઘિકારીઓ તથા કેટલાક રાજકીય નેતાઓ મીલીભગત થી આ રેત માફિયાઓ બેરોકટોક આ રેતીનું ગેરકાયદેસરની પ્રવૃત્તિને તેઓ સમર્થન કરી રહ્યા છે.

નર્મદા નદીમાં ઠેર ઠેર ગેરકાયદેસર પૂલિયાઓ બનાવી દીધા છે જેના પરથી ડમ્પરો દ્વારા રેતી વહન કરે છે, આ બધી બાબત ની વારંવાર આ ત્રણે જિલ્લાનાં વહીવટી અઘિકારીઓને અને રાજ્ય સરકારના ખાણ ખનીજ અધિકારીઓને પણ જાણ છે, પણ આ બધાને રેત માફિયાઓ દર મહિને લાખો રૂપિયા નાં હપ્તા આપે છે જેના કારણે આ રેત માફિયાઓ બેફામ બની ગયા છે અને એમની મરજી મુજબ મન ફાવે ત્યાં થી રેતી કાઢે છે.

આ બાબતે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ને પણ પત્ર લખીને રજૂઆત કરીશ કે રાજ્ય લેવલની ટીમ બનાવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી થાય.



No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond