આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન સમયગાળો છે: નરેન્દ્ર મોદી - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Monday, September 16, 2024

આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન સમયગાળો છે: નરેન્દ્ર મોદી


આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન સમયગાળો છે: નરેન્દ્ર મોદી 2 - image













Namo Bharat Rapid Rail : વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તબક્કાવાર એક પછી લોકાર્પણના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે  GMDC ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહમાં પહોંચ્યા હતા. જીએમડીસીમાં ખુલ્લી જીપમાં બેસીને વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સ્ટેજ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ સાથે હતા. આ દરમિયાન લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. જીએમડીસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સન્માન યોજવામાં આવ્યું હતું. 

આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન સમયગાળો છે: નરેન્દ્ર મોદી 2 - image


પીએમ મોદીએ અમદાવાદના જીએમડીસી ખાતેથી બટન દબાવીને ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. સિંગલ વિંડો આઇએફસીએ સિસ્ટમ લોન્ચ કરી હતી.  ત્યારબાદ વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી. દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું હતું. બીજી તરફ રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું છે. દેશની આ પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. આ ટ્રેન પાંચ કલાક અને 45 મિનિટમાં અમદાવાદ અને ભુજ વચ્ચેનું અંતર કાપશે, જેની વચ્ચે નવ સ્ટેશન પર આ ટ્રેન રોકાશે. 

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond