પીએમ મોદી તેમના 74મા જન્મદિવસે ઓડિશામાં સુભદ્રા યોજનાનો શુભારંભ કરવા જઈ રહ્યાં છે.
સુભદ્રા યોજના શું છે?
સુભદ્રા યોજના હેઠળ 21થી 60 વર્ષની વયની દરેક મહિલાને પાંચ વર્ષ માટે બે હપ્તામાં વાર્ષિક 10,000 રૂપિયાની રોકડ ટ્રાન્સફર કરવામાં આવશે. રાજ્યની ભાજપ સરકારે આ યોજનાને ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાના નામ પરથી નામ આપ્યું છે. આ યોજના દ્વારા, 2028-29 સુધીના પાંચ વર્ષમાં, રાજ્યની એક કરોડથી વધુ મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ 10000 રુપિયા દર વર્ષે રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ)ના અવસર પર મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
17 સપ્ટેમ્બરે 50 લાખથી વધુ મહિલાઓને પ્રથમ હપ્તો
ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પાર્વતી પરિદાએ કહ્યું છે કે રાજ્યમાં સુભદ્રા યોજના માટે નામ નોંધાવનાર 50 લાખથી વધુ મહિલાઓને 17 સપ્ટેમ્બરે 5000 રૂપિયાનો પ્રથમ હપ્તો મળશે. જે મહિલાઓએ 15 સપ્ટેમ્બર સુધીમાં આ યોજના માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને 17 સપ્ટેમ્બરે તેમના બેંક ખાતા દ્વારા પ્રથમ હપ્તો મળશે. રાજ્ય સરકારે 2024-25ના વાર્ષિક બજેટમાં આ યોજના માટે રૂ. 10,000 કરોડની જોગવાઈ કરી છે.
સુભદ્રા યોજના ભાજપનું ચૂંટણી વચન હતું
સુભદ્રા યોજના એ લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપનું મુખ્ય વચન હતું. આ યોજનાએ રાજ્યમાં છેલ્લા 24 વર્ષના બીજુ જનતા દળના શાસનનો અંત લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ યોજનાને કારણે ઓડિશાની મહિલાઓ ભાજપ તરફ આકર્ષાઈ હતી અને ભાજપને સત્તા અપાવી હતી.
No comments:
Post a Comment