ગુજરાત ભરૂચના ઈકબાલ બ્રિટનમાં અપક્ષ તરીકે ચૂંટાયાઃ પૂર્વ સાંસદ આલોક શર્મા કિંગ ચાર્લ્સ દ્વારા અપર હાઉસમાં નોમીનેટ - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Sunday, July 7, 2024

ગુજરાત ભરૂચના ઈકબાલ બ્રિટનમાં અપક્ષ તરીકે ચૂંટાયાઃ પૂર્વ સાંસદ આલોક શર્મા કિંગ ચાર્લ્સ દ્વારા અપર હાઉસમાં નોમીનેટ



 વેસ્‍ટ યોર્કશાયરના રાજકીય ઇતિહાસમાં ૧૯૦૭ બાદ પ્રથમવાર અપક્ષ ઉમેદાવર જીત્‍યા


લંડનઃ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવ્યા બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે તેમની નવી કેબિનેટ જાહેર કરી દીધી છેજેમાં નવી સરકારમાં ભારતીય મૂળના એક સાંસદનો ભારે દબદબો જોવા મળી રહ્યો છેત્યારે ભરૂચના ઈકબાલ મોહમ્મદ અમદાવાદીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતીતે વેસ્ટ યોર્કશાયરના ડ્યૂઝબરી અને બેટલે મતવિસ્તારથી ઉમેદવારી નોંધાવી હતીતે મૂળ ભરૂચના ટંકારિયા ગામના રહેવાસી છે.



ઉલ્લેખનીય છે કે વેસ્ટ યોર્કશાયરમાં 1907 પછી પહેલીવાર કોઈ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા છેડ્યૂજબરી અને બેટલે મતવિસ્તારમાં ઈકબાલ મોહમ્મદની શાનદાર જીત રહી હતીતેમને વેસ્ટ યોર્કશાયર બેઠક પર 41 ટકા મત મળ્યા છે.



ભારતીય મૂળના કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ સાંસદ આલોક શર્મા હવે હાઉસ ઓફ લોર્ડ્સમાં બેસશેબ્રિટનના રાજા કિંગ ચાર્લ્સે તેમને અપર હાઉસ માટે નોમિનેટ કર્યા છેતેમણે તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં  વખતે સાંસદની ચૂંટણી  લડવાનો નિર્ણય લીધો હતોઆગરામાં જન્મેલા 56 વર્ષીય આલોક શર્માએ બે વર્ષ પહેલાં જળવાયું શિખર સંમેલનના અધ્યક્ષ તરીકે આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.



બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં સ્ટાર્મરની લેબર પાર્ટીને પ્રચંડ જીત મળી છે.14 વર્ષો સુધી વિપક્ષમાં રહ્યા બાદ લેબર પાર્ટીએ તોફાની વાપસી કરી હતી અને લેબર પાર્ટીના  તોફાનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સૂપડા સાફ થઇ ગયા હતાનોંધનીય છે કેચૂંટણીમાં લેબર પાર્ટીને 650માંથી 410 બેઠકો પર જીત મળી છે.

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond