ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ: નરેશ જાનીના આગોતરા જામીન ફગાવાયા, હાઈ પ્રોફાઇલ કેસમાં નવા ખુલાસા થવાની સંભાવના - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Thursday, July 4, 2024

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ: નરેશ જાનીના આગોતરા જામીન ફગાવાયા, હાઈ પ્રોફાઇલ કેસમાં નવા ખુલાસા થવાની સંભાવના



 Gujarat: સુરત - ભરૂચ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા કૌભાંડ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખનીજ વિભાગના અધિકારી નરેશ જાની (Naresh Jani ) ફરાર છે તે મામલે મોટી વિગત સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નરેશ જાની (Naresh Jani ) ને લઈને વધુ એક મોટો અને મહત્વનો ખુલાસો થયો છે. કૌભાંડી નરેશ જાનીએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. નોંધનીય છે કે, નરેશ જાનીએ ACBથી બચવા આગોતરા જામીન મુક્યા હતા. છેલ્લા કેટલાય દિવસથી નરેશ જાની ફરાર છે. હજું સુધી તે પોલીસ પકડમાં આવ્યા નથી.

ત્યારે  આજે તા:૦૪/૦૭/૨૦૨૪ ના રોજ  સુરત શેસન્સ કોર્ટ ના જજ દ્વારા નરેશ જાની ના આગોતરા જમીનની અરજી ફગાવી દીધી છે.


ત્યારે આ તબક્કે લોકો માં ચર્ચા છે કે, નરેસ જાની માત્ર પેદુ છે, જો યોગ્ય તપાસ કરવામાં આવે તો રાજકોટ સાગથીયા કેસ ની જેમ ઘણા મોટા અધિકારીઓ અને પદ-અધિકારીઓ  બહાર આવી સકે છે. આ કેસ પણ ઘણો હાઈ પ્રોફાઈલ કેસ છે. નરેસ જાની પર વખતો વખત ફરિયાદો અને રજુઆતો થયેલ હતી તો વિભાગીય કોય પગલા કેમ લેવાયા ન હતા.?


નરેશ જાની નો આ કેસ હાઈ પ્રોફાઈલ હોવા છતાં અત્યારે સમાચાર પત્રો અને મીડિયા માં એટલો ચપકતો નથી, પણ અત્યારે ઘણા અધિકારીઓ અને પદ-અધિકારીઓ અને ખનીજ માફિયાઓની ઉઘ ઉડાડી ગઈ છે એ તો લોકો વાતો કરીજ રહ્યા છે. સાથે સાથે આ કેસ માં સરકાર શું પગલા લેશે તે બાબતેપણ લોકો આતુર થયા છે.


નરેશ જાની રૂપિયા 2 લાખના લાંચ કેસમાં અત્યારે ફરાર

આ દરમિયાન ACB સામે હાજર થતા પહેલા આગોતરા જામીન મુકી દીધા છે. નોંધનીય છે કે, નરેશ જાની રૂપિયા 2 લાખના લાંચ કેસમાં અત્યારે ફરાર છે. જો કે,અત્યારે ACB નરેશ જાનીનો લક્ઝુરિયસ ફ્લેટ સીલ કરી દેવામાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો 11 જૂને ACBએ સુરત ખાતે દરોડા પાડ્યા હતા. છેલ્લા કેટલાય દિવસોથી નરેશ જાની ફરાર ફરી રહ્યો છે. ભરૂચના ઝનોર ગામ ખાતે કરવામાં આવેલી રેડ અને દંડ અંગેની માહિતી માંગી હતી. નાના વાસણા ગામ ખાતેની પણ કરવામાં આવેલી રેડ અને દંડ અંગેની માહિતી માંગી હતી.

 

88 લાખનો દંડ આપ્યાની ફાઈલ પણ ગાયબ

નોંધનીય છે કે, RTI ના જવાબમાં ફાઈલ ઓફિસમાં ન હોવાનો ખુલાસો થયો છે. મળતી વિગતો પ્રમાણે 88 લાખ કરતાં વધારે રૂપિયાનો દંડ આપ્યાની ફાઈલ પણ ગાયબ થઈ ગઈ છે. અત્યારે આ ફાઈલ ગાયબ થતા અનેક તર્ક વિતર્કો સામે આવ્યા છે. આ સાથે સાથે ફાઇલ ગાયબ કરવામાં આવી કે ઓફિસમાંથી ફાઈલ કોઈ લઈને ગયું? આવા તો અનેક સવાલો થઈ રહ્યા છે. નોંધનીય છે કે, નરેશ જાનીના કાર્યકાળ દરમિયાન રેડ કરવામાં આવી હતી. એક સાથે 2 ફાઈલો અંગે જવાબ ન મળતાં ભરૂચ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

 















 

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond