સુરતની સ્થિતિ માટે કોણ જવાબદાર? - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Wednesday, July 24, 2024

સુરતની સ્થિતિ માટે કોણ જવાબદાર?

 

PC: divyabhaskar.co.in

સુરતમાં છેલ્લાં 4 દિવસથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ ખાડી પૂરને કારણે લોકોની હાલત વધારે ખરાબ થઇ છે. ખાસ કરીને લિંબાયત, પરવત પાટીયા, સીમાડા, પુણાગામ, સણિયા હેમાદ, કુંભારીયા ગામ પૂરના પાણી ફરી વળ્યા છે. અત્યારે બીજની ભરતીને કારણે દરિયો પાણી લેતું નથી ત્યારે આ ખાડીના પાણી ફરી વળ્યા છે.

સુરત મહાનગર પાલિકાના કમિશ્નર, અધિકારીઓ, નેતાઓ અત્યારે બધા ખાડી પૂરનું સંકટ દુર કરવા માટે કામે લાગ્યા છે. પણ સવાલ એ છે કે, ખાડીપૂરની આવી હાલત માટે જવાબદાર કોણ?

આના માટે કોર્પોરેશન અને લોકો બંને જવાબદાર છે. ખાડી વિસ્તારોમાં જે ગેરકાયદે બાંધકામો થયા તે દુર કરવાની જરૂર હતી, કરાણકે આડેધડ બાંધકામને કારણે પાણીને જવા માટેની જગ્યા સાંકળી થઇ ગઇ. લોકો એ રીતે જવાબદાર છે કે પાલિકાની અનેક વિંનતી પછી પણ લોકો બીજે સ્થળાંતર કરતા નથી.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond