અંકલેશ્વરની નોકરીની ભીડની ઘટનામાં રાજકારણ, નિરાકરણ વિશે કોઇ વિચારતું નથી - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, July 13, 2024

અંકલેશ્વરની નોકરીની ભીડની ઘટનામાં રાજકારણ, નિરાકરણ વિશે કોઇ વિચારતું નથી

 

PC: ndtv.com

અંકલેશ્વરમાં નોકરી માટેની ભીડની ઘટના નેશનલ લેવલે ચમકી ગઇ છે અને રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. વાત એમ બની હતી કે ગુજરાતના ઝગડીયા GIDCમાં બની રહેલા થર્મેક્સ કંપનીના નવા પ્લાન્ટ માટે છાપાઓમાં જાહેરખબર આપવામાં આવી હતી અને અંકલેશ્વરની હોટલમાં 11 જુલાઇએ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યો હતો.નોકરી વાંચ્છુકોની એટલી ભીડ થઇ ગઇ કે હોટલની રેલીંગ તુટી ગઇ હતી. સદનસીબે કોઇ અનિચ્છનીય ઘટના બની નહોતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે,બેરોજગારીની બિમારી દેશમાં મહામારી બની ચૂકી છે અને ભાજપ શાસિત રાજ્યો તેના એપી સેન્ટર છે. ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કંપની પર જવાબદારી ઢોળી દીધી.

સવાલ એ છે કે ભાજપ અને કોંગ્રેસ નિવેદન આપી દેશે અને પછી રોજગારીનો મુદ્દો ફરી લટકી જશે. તેના કરતા બંને પાર્ટીઓએ તપાસ કરવી જોઇએ કે 10 કે તેથી વધારે પોસ્ટ માટે 1800 લોકો કેવી રીતે આવી ગયા?

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond