ગુજરાતના સાળંગપુરમાં ભાજપની પ્રદેશ કારોબારીની 2 દિવસની બેઠક મળી હતી. 4 અને 5 જુલાઇએ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 જુલાઇએ સી આર પાટીલે આ બેઠકમાં જતા જતા ચાબખા મારી દીધા હતા.ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને કેન્દ્રમાં કેબિનેટ મિનિસ્ટર બનાવાયા છે એટલે હવે પ્રદેશ પ્રમુખ તરીકેનું તેમનું પદ ખાલી થશે.
પાટીલે આ બેઠકમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે સહકારી સંસ્થામાં પાર્ટીના મેન્ડેટનો અનાદર થયો એ વાતનું તમને બધાને દુખ છે અને મને પણ છે. પાટીલના આ નિવેદનનો મતલબ એ થાય કે ગુજરાત ભાજપમાં બધું બરાબર ચાલી નથી રહ્યું. ઇફકોની ચૂંટણીમાં ભાજપે અન્ય ઉમેદવારને મેન્ડેટ આપેલો છતા ભાજપ નેતા જયેશ રાદડીયા ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ત્યારે ભાજપમાં ભડકો થયો હતો. સી આર પાટીલ હવે મંત્રી બની ગયા છે ત્યારે કદાચ આ વાત ભુલી ગયા હશે એવું બધા માનતા હતા, પરંતુ તેમણે આ વાત છેડીને ફરી મધપુડો છંછેડી દીધો છે.

No comments:
Post a Comment