અનંત અંબાણી અને રાધિકાના 12 જુલાઇએ લગ્ન છે એ પહેલાં નીતા અંબાણી તાજેતરમાં બનારસ ગયા હતા અને તેમણે એક એવી સાડી પસંદ કરી જે ચર્ચામાં છે. નીતા અંબાણીએ કોનિયા ટ્રેડની લાલ રંગની લાખ બુટી સાડી પસંદ કરી હતી અને આ એક સાડીની કિંમત 10 લાખ રૂપિયા છે. નીતા અંબાણીએ પોતાના પરિવાર અને સ્વજનો માટે આવી 100 સાડીનો ઓર્ડર આપ્યો છે એટલે કે 10 કરોડ રૂપિયાની સાડી નીતા અંબાણીએ ખરીદી છે.
આ સાડીમાં રીયલ જરીનું કામ થયેલું છે એટલે કે સોના-ચાંદીમાંથી આ સાડી બનાવવામાં આવી છે અને એક સાડી પર 1 લાખ બુટા લગાવવામાં આવ્યા છે. આ સાડીને તૈયાર કરવામાં અઢી મહિના જેટલો સમય લાગ્યો હતો. આ સાડી બેંગલુરુ સિલ્કમાંથી બનાવવામાં આવી છે અને તેમાં 400 ગ્રામ સોના-ચાંદીનો તાર ઉપયોગ કરવામાં આવ્યો છે.

No comments:
Post a Comment