ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના આગેવાનો એ થોડા દિવસ પહેલા ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર આપેલ જેની એક નકલ મને પણ મોકલેલ હતી,તેઓએ આ આવેદન પત્રમાં લખ્યું છે કે ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા,વાલિયા,નેત્રંગ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર રેતીની લિજો, ક્વોરી,ક્રશર,સ્ટોન અને સિલિકા પાલન્ટ વગેરે ગેરકાયદેસર ચાલે છે,અને એ બંધ કરાવવા માટે આ આવેદન પત્ર તેમણે સરકારશ્રી ને આપેલ છે.,જેમાં કેટલીક ક્વોરી, રેતીની લિજો 55- 56 જેટલા વ્યવસ્યાય કરતાં લોકોની યાદી પણ સામેલ છે..
(જોકે ભરૂચ જીલ્લામાં ૨૨૦ થી પણ વધુ વિવિધ ખનીજ ની લીઝો છે, અંદાજીત ૭૦ જેટલા સ્ટોન ક્રસર અને ૮૦ થી વધુ સિલિકા વોશિંગ પ્લાન્ટ અને ઢગલે બંધ સ્ટોકિસ્ટ છે.)
આ આવેદન પત્ર
આપીને એમણે ધમકી પણ આપી છે કે આવનારા દિવસોમાં આ તમામ ગેરકાયદેસર લીજો બંધ નહીં થાય તો જનતા રેડ ગામે ગામ કરવામાં આવશે..
આ વિષયમાં મારું માનવું છે કે ચૈતર વસાવા અને આમઆદમી પાર્ટીના આગેવાનોએ એક પ્રકારનું સ્ટંટ ઊભું કરી ને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.એક પ્રકારનું નાટક ઊભું કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો ચૈતર વસાવા પ્રયાસ કરી રહ્યા છે.
હું આમ આદમી પાર્ટીના નેતાઑ ને પૂછવા માંગુ છુંકે તમે બીટીપી માં હતા ત્યારે અનેક વખત આ વિસ્તારોનો પ્રવાસ કર્યો છે,અને માલજીપૂરા રોજ આરતી ઉતારવા જતાં હતા તે વખતે તમને આ ગેરકાયદેસર ધંધા દેખાતા ન હતા ??? તે વખતે તમને આ તમારા આકાઑએ લાખો રૂપિયા આ લોકો પાસે ઉઘરાવેલા છે એ દેખાયા નહી ??
હવે પાર્ટી ચલાવવાની તમને જરૂરિયાત ઊભી થઈ એટલે આવા લોકોનું નાક દબાવી ફંડ ઊભું કરવા માંગતા હોવ એવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે..
મનસુખભાઈ વસાવા તો ગેરકાયદેસર ચાલતી ક્વોરી, રેતીની લિજો, માટી ચોરી કરનાર સામે સમય સમય પર જિલ્લા સંકલન સમિતિમાં પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને રાજ્ય સરકારને પણ ફરિયાદ કરી છે.અને રાજ્ય સરકારે આવા અસામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી પણ કરી છે જે સરકારી રેકર્ડ પર પણ નોંધાયેલ બાબત છે..
ભૂતકાળમાં આવા ખનન માફિયા,ભુ-માફિયા સાથે જોડાયેલા ગુંડા તત્વો-અસામાજિક તત્વો બેફામ બની ગયા હતા અને ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. તે સમયે અવાજ ઉઠાવનાર કોઈ નહતું, પરંતુ ભાજપના શાસનમાં આવા તત્વો અને માફિયાઓની સામે કાયદેસરના પગલાં લેવાનું કામ કરી ને એમને જેલ ભેગા પણ કર્યા છે.આજે ગુજરાતમાં ગેરકાયદેસર કામ કરનારા લોકોમા ડર ઊભો થયો છે. અને જ્યારે જયારે અમારા ધ્યાન પર આવશે ત્યારે આવા લોકોને અમે છોડીશું નહીં.કાનૂનની દ્રષ્ટિ એ તંત્રને સાથે રાખી ને એમની સામે કઠોર કાર્યવાહી કરાવીશું .
તમે લોકો આવા પ્રકાર ના નાટક કરી ને આ વિસ્તાર ના લોકો ની રોજગારી છીનવી લેવા નું કોઈ ષડયંત્ર ગોઠવી રહ્યા છો ?
રેતી ઉદ્યોગ હોય કે સ્ટોન ઉદ્યોગ હોય, ક્વોરી ઉદ્યોગ હોય આ બધા વ્યવસાય વિકાસ ની સાથે જોડાયેલા છે,અને એમાં હજારો લોકો આના માધ્યમ થી રોજગારી પણ મેળવે છે.. તમે આવા પ્રકારના નાટક કરીને આ વિસ્તારમાં રોજગારી છીનવી લેવા નો પ્રયાસ કરી રહ્યા છો ???
મારુ સ્પષ્ટ માનવું છે કે ગેરકાયદેસર ચાલતી કોઈપણ પ્રવૃતિ કોઈપણ કરતું હોય એમને ભૂતકાળમાં પણ ક્યારેય સહયોગ આપ્યો નથી અને આપવાના પણ નથી..
આ વિસ્તાર માં આવેલી રેતીની લીજૉ ક્વોરી ઉદ્યોગમાં તથા ઝઘડીયા દહેજ અંકલેશ્વર જેવી જીઆઇડીસી માં સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે સમય સમય પર રાજ્ય સરકાર તેમજ ભારત સરકાર માં રજૂઆત કરી છે.
તારીખ 11 જૂન 2024 ના રોજ જિલ્લા સંકલન સમિતિ અને ફરિયાદ સમિતિ ની મિટિંગ માં આ બધા જ મુદ્દાઓ ની રજૂઆત અમારા દ્વારા કરેલ છે જેના સંદર્ભ માં જિલ્લા વહીવટી તંત્ર એના પર કાર્યવાહી કરી રહ્યું છે.
ચૈતર વસાવા પાસે કોઈ નવા મુદ્દા નાં હોવાથી અમારા જ મુદ્દાઓ પર રાજકીય રોટલા શેકવા નો પ્રયત્ન કરી રહ્યા છે.
No comments:
Post a Comment