પર્યાવરણ મંજૂરીના અભાવે ૧,૨૦૦ કપચી ક્વૉરીઓ ઠપ, ઝડપથી મંજૂરી આપવા CM સમક્ષ રજૂઆત - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Wednesday, June 26, 2024

પર્યાવરણ મંજૂરીના અભાવે ૧,૨૦૦ કપચી ક્વૉરીઓ ઠપ, ઝડપથી મંજૂરી આપવા CM સમક્ષ રજૂઆત

 



। ગાંધીનગર ।


શું હવે ગુજરાત માં ખાણ ખનીજ માં પારદર્શિતા આવશે? શું ખાણ અને ખનીજ વિભાગ સહીત પર્યાવરણ ના કાયદાઓનું પાલન થશે? કે પછી કાઈદા થી વિરુદ્ધ જઈ બધું ગોઠવાઈ જશે?


ગુજરાતમાં લગભગ હજાર-બારસો જેટલી કપચીની ક્વૉરીઓ પર્યાવરણ સર્ટિફિકેટના અભાવે બંધ પડી ગઈ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલએ એન્વાયરનમૅન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ વગર ચાલતી ક્વૉરીઓ બંધ કરવાનો આદેશ આપ્યો એ પછી રાજ્યના જિયોલોજી એન્ડ માઈનિંગ વિભાગે રોયલ્ટી પાસ ઇશ્યૂ કરવાની ઓનલાઈન પ્રક્રિયામાં એટીઆર લૉક કરી દેતાં. રાજ્યની કપચી ક્વૉરીઓ ઉપર કામકાજ ઠપ થઈ ગયું છે. 


જોકે સરકાર દ્વારા 1 વર્ષ પહેલાથીજ આ બાબતે બધાજ ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને લીઝ ધારકોને ડિસ્ટ્રિક્ટ એન્વાયરનમૅન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી દ્વારા પર્યાવરણીય મંજૂરી અપાઈ હતી તેને સ્ટેટ કમિટી માં રી એપ્રેસલ કરવા જણાવી દેવામાં આવ્યું હતું. પરંતુ ઘણા લીઝ ધારકોનું પેટનું પાણી હજી પણ હાલ્યું ન હતું.


ત્યારે હવે  હજારો લોકોની રોજીરોટી છીનવાઈ જાય તેવી કથિત વાતો જે સરકારના નાક દબાવવા માટે ફરી વેહતી કરી દેવામાં આવી છે.


પરિણામે ગુજરાત બ્લેકસ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન સાથે જોડાયેલા વિવિધજિલ્લાના સંગઠનોના પચાસ જેટલા ઉદ્યોગકારોના ડેલિગેશને મંગળવારે ગાંધીનગર આવી ભાજપના પાંચેક ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ તેમના પ્રશ્નોની ઉંગતાપૂર્વક રજૂઆત કરી હતી. ડેલિગેશનના જણાવ્યા પ્રમાણે સીએમએ તેમના સચિવને આ પ્રશ્નનો હલ કાઢવા સૂચના આપી હતી.


ક્વૉરી લીઝહોલ્ડરોના જણાવ્યા પ્રમાણે એમને ડિસ્ટ્રિક્ટ એન્વાયરનમૅન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી દ્વારા પર્યાવરણીય મંજૂરી અપાઈ હતી, પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા આ કમિટી રદ કરી દેવાઈ છે, પરિણામે એમને લીઝો બંધ કરી દેવા ખાણ ખનિજ વિભાગ દ્વારા નોટિસો અપાઈ છે.

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond