EIA નોટીફીકેસન ૨૦૦૬ નું ચુસ્ત પણે પાલન હવે ગુજરાત સરકાર
દ્વારા સરૂ થયું છે. ૨૦૦૬ થી અત્યાર સુધી પર્યાવરણ ના કાયદાઓ નું ઉલંઘન
કરી ચાલતી લીઝો બંદ થવીજ જોઈએ એ બાબતે વખતો વખત લોકોએ મુખ્યમંત્રી સમક્ષ માંગણી
કરી હતી
તા.૧૮
ડેસર તાલુકાના ઉદલપુર ,વરસડા, જાંબુગોરલ સહિત વિસ્તારમાં મોટામાં મોટો
કવોરી ઉદ્યોગ આવેલો છે. તંત્ર દ્વારા બ્લેક ટ્રેપની લીઝો બંધ કરાતા લોકોએ મોટો
હાશકારો અનુભવ્યો છે. સાથે સાથે તેના કારણે પર્યાવરણ, જળ, જંગલ, જમીન,પશુ - પક્ષી, પાણી, લોક જીવન અને ખેતી પર થતી આડ અસરો પણ અટકશે.
બ્લેક
ટ્રેપ ની લીઝો માં કામ કરતા રોજગારો એ પણ હાશકારો અનુભવ્યો હશે. આ લીઝો માં કામ
કરતા મજુરો અને રોજમદરો ના આરોગ્ય,
સેફટી, પીએફ માટે પણ યોગ્ય પગલા લેવા માટે લેબર કમિશ્નર પાસે માંગ ઉઠી છે. આ લીઝો
માં હજારો લોકો કામ કરે છે એમ જણાવવા માં આવે છે ત્યારે લેબર કમિશ્નર કચેરી દ્વારા
આ બધી લીઝો ની આજદિન સુધી મુલાકાત લીધી છે.?
લીઝ ધારકો દ્વારા જે
રોજગારી આપવાના દાવા કરવામાં આવે છે, તો આટલા મોટા કર્મચારીવર્ગ માટે જોડાયેલ
લોકોએ તમામ સંબંધિત શ્રમિક કાયદાનું પાલન કરવું ફરજિયાત છે, જેમાં
પ્રોવિડન્ટ ફંડ (PF), વાજબી વેતન, સુરક્ષા
માપદંડો અને કામકાજની શરતોનો સમાવેશ થાય છે. પ્રોવિડન્ટ ફંડની ફાળવણી, વેતનસ્લિપ અને સુરક્ષા તાલીમના દસ્તાવેજો લાગુ વિભાગો પાસે છે કેમ ? એ પણ
એક પ્રશ્ન છે.
ડેવેલોપમેન્ટ,
રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના નામે આટલા વર્ષો સુધી જરૂરી મંજુરી વગર આ લીઝો ચાલતી
હતી. હવે આટલો સમય બ્લેક ટ્રેપની લીઝોના એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ
સટફિકેટ ન હોવાના કારણે પથ્થર કાઢવા માટેની ખાણો બંધ કરી દેવામાં આવતા સંચાલકો મુસીબતમાં મૂકાયા છે.
નામદાર નેસનલ ગ્રીન ટ્રીબ્યુનલ ની પર્યાવર જાણવણી અને પર્યાવરણ મંજુરી માટે ના સ્પષ્ટ ચુકાદા અને કાયદાઓ છે.
ઉદલપુર અને આજુબાજુના વિસ્તારમાં કાળો પથ્થર મોટાભાગે નજીકની નદીઓમાંથી મળી રહે છે અને રાજ્ય સરકાર દ્વારા જેતે સમયે લીઝો આપવામાં આવેલ છે પરંતુ GMMCR 2017 મુજબ લીઝો ને સપ્લીમેન્ટરી ડીડ કરવામાં આવેલ નથી.
સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ ખાણ કામ કરવા માટે પર્યાવરણની મંજૂરી (એન્વાર્યમેન્ટ સર્ટી) મેળવવું ફરજિયાત કરાયું છે. તેમજ પાણી ના સ્ત્રોત અને CRZ માં ચાલતી લીઝો રદ પણ કરવામાં આવી છે.
લીઝ ધારકોએ સમયસર અરજીઓ પણ કરી હતી પરંતુ લીઝ ધારકો બ્લેક ટ્રેપ લીઝો માટે ઇસી આજ સુધી મેળવી સકેલ નથી. જોકે ઇસી માટે અરજી કરાવી એટલું નહિ, પરંતુ કાયદેસર ઇસી મેળવવું જરૂરી છે.
વડોદરાના ભૂસ્તરશાસ્ત્રી દ્વારા ગત તા.૧૨મી જૂને એકાએક લીઝોના
એટીઆર બંધ કરાતા ઉદલપુરની કુલ ૨૨ જેટલી લીઝો બંધ થઈ ગઈ
હતી. ૨૨ લીઝો બંધ થતા કવોરી ઉદ્યોગમાં સન્નાટો છવાયો હતો. પરંતુ પર્યાવરણ ને થતા
આવતા નુકશાન હવે અટકી રહ્યું છે.
લીઝ માલિકો દ્વારા વડોદરા ખાતે
કલેકટરને લેખિતમાં તા.૧૪ જૂને અરજી આપી રજૂઆત કરી હતી. અગાઉ તા.૪ માર્ચના રોજ કલેક્ટરને
લેખિત અરજી કરાતા એક વર્ષ માટે મુદત વધારી આપવાની બાહેધરી પણ આપી હતી પરંતુ કોઈ સ્પષ્ટ
નિકાલ ન આવતા આજે મધ્ય ગુજરાત કવોરી એસોસિયનનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને
આવેદનપત્ર આપી રજૂઆત કરવા પહોંચ્યું હતું.
રાજ્ય સરકારને
કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વડોદરા જિલ્લામાં ૮૨ લીઝના
એટીઆર લોક કર્યા છે તેમજ તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ પછી
ઇસીવાળી લીઝોના એટીઆર બંધ કરવા માટે નોટિસો આપવામાં આવી છે.
જયારે જે લીઝો બંધ કરવામાં
આવી છે તેના એટીઆર ચાલુ કરવામાં ન આવે અને નીયમ અનુસાર ઇસી મેળવ્યા પછીજ લીઝ ચાલુ
કરવામાં આવે તેવી લોક માંગ વખતો વખત ઉઠી છે.
image: પ્રતીકામક
No comments:
Post a Comment