આજે
મંગળવારે, આદિવાસી
સમાજના આગેવાન મનસુખભાઈ વસાવાના નેતૃત્વ માં એક મોટી સંખ્યામાં આદિવાસી સમાજના
લોકો ભરૂચ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રદાન
કર્યું હતું. આવેદનપત્રમાં
ઠકરના નિવેદનની નિંદા કરવામાં આવી હતી અને તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવાની
માંગ કરવામાં આવી હતી.
મનસુખ
વસાવાએ જણાવ્યું હતું કે, "ઠકરનું
નિવેદન ખુબ જ ખોટું અને અપમાનજનક છે. તે આદિવાસી સમાજની સમગ્ર સમુદાયનું
અપમાન કરે છે. અમે આવા નિવેદનોને સહન કરીશું નહીં અને ઠકર પર કડક કાર્યવાહી
કરવાની માંગ કરીએ છીએ."
આ
ઉપરાંત, આદિવાસી સંગઠનોએ ઠકરની
સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાને કારણે ભરૂચ જિલ્લામાં રાજકીય
ગરમી વધી ગઈ છે અને હવે ભરૂચ કલેકટર
દ્વારા નરેશ ઠકર સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું બાકી રહ્યું.
જેમાં મનસુખભાઈ વસાવા
સાથે મહેશભાઈ વસાવા સહીત ના આદિવાસી સમાજ
ના આગેવાનો, પદાધિકારીઓં અને મોટી સંખ્યામાં આદિવાસી
સમાજના લોકો આજે હાજર રહ્યા હતા.
No comments:
Post a Comment