મનસુખભાઈ વસાવા એ સોસીઅલ મીડિયા માં પોસ્ટ મૂકી ને જણાવ્યું છે કે
નરેશ ઠક્કર દ્વારા આદિવાસી સમાજ ને દારૂડિયા કહી સમાજનું અપમાન કર્યું છે. આદિવાસી સમાજને નીચા દેખાડી કાંદા અને ડુંગળી ખાય તેમ દારૂ પીવે તેવું કહીને આદિવાસી સમાજ ની મજાક કરી છે. આદિવાસીઓની વાત કરી હસી કાઢતા નરેશભાઈએ સમાજના બધા લોકોની લાગણી દુભાવી છે. આ બાબતે આદિવાસી સમાજમાં ભારે રોષ ઉત્પન્ન થયો છે.
આથી તેના વિરુદ્ધમાં આદિવાસી આગેવાનો સાથે હું ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપીશ. આવતી કાલે તારીખ ૨૧ મે ના સવારે ૧૧ કલાકે આવેદન પત્ર આપવામાં આવશે. : મનસુખ વસાવા
No comments:
Post a Comment