ભાજપ છે આદિવાસી ઉદ્ધારક વડાપ્રધાન મોદી એના છે નાયક | Mansukh Vasava - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, April 20, 2024

ભાજપ છે આદિવાસી ઉદ્ધારક વડાપ્રધાન મોદી એના છે નાયક | Mansukh Vasava

 

ભાજપ છે આદિવાસી ઉદ્ધારક વડાપ્રધાન મોદી એના છે નાયક



ડેડીયાપાડા વિધાનસભાની આંબાવાડી જિલ્લા પંચાયત સીટનું કાર્યકર્તા સંમેલન કેવડી ગામ ખાતે યોજાયું તેમજ કેવડી ખાતે શ્રી ભાથીજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં.
સંમેલનને સંબોધનમાં જણાવ્યું કે, "આપના આદરણીય પ્રધાનમંત્રી Narendra Modi જ્યારે ભારતને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા તત્પર છે ત્યારે તેમની સરકાર દ્વારા ગુણવત્તા વાળું ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે નવી શૈક્ષણિક નીતિ ઘડવામાં આવી છે, રાષ્ટ્રનિર્માણ માં મહિલાઓનું યોગદાન વધે તે માટે નારીશક્તિ વંદન કાયદો બનાવ્યો, મોદીજી એ શાળા મહોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ દ્વારા બાળાઓ ના શિક્ષણ માટે ક્રાંતિ લાવવાનું કાર્ય કર્યું છે તેમજ અંતરિયાળ વિસ્તારોમાં માધ્યમિક શાળાઓ સ્થાપી છે."



ડેડીયાપાડા વિસ્તારના રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વીજળી, રોડ-રસ્તાઓ , બ્રિજ નિર્માણ જેવા વિકાસના કાર્યો તેમજ જંગલ-જમીનની સનદો આપવાનું કાર્ય, પાળાબંધી, જમીન લેવલિંગ ના કાર્યો, સિંચાઇની સુવિધાઓ અને પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા સૂર્ય ઉર્જા થકી વીજ જોડાણ ના કાર્યો દ્વારા ડેડીયાપાડા ના વિકાસ માટે થયેલા કાર્યો અંગે માહિતગાર કર્યા.
આ સંમેલનમાં વિસ્તારના આદરણીય સંતશ્રીઓ, ભરૂચ જીલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ Ghanshyambhai Patel , પૂર્વ મંત્રી Motilal Vasava , પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા મહામંત્રી Neel rao અને રમેશભાઈ વસાવા, વિધાનસભાના પ્રભારી મહેશભાઈ વસાવા, આગેવાન પ્રતાપભાઈ વસાવા, સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના સભ્યઓ, વિસ્તારના સરપંચશ્રીઓ, કાર્યકર્તાઓ, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond