સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું? - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Sunday, April 21, 2024

સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું?

 

PC: indianexpress.com

ગુજરાતાં લોકસભા 2024ની ચૂંટણી પહેલાં સુરત લોકસભાની બેઠક પર કોંગ્રેસનો મોટો ખેલ થઇ ગયો છે. રવિવારે કલેકટર કચેરીમાં સુનાવણી બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. સાથે ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ માટે હવે જીતનો માર્ગ વધુ મોકળો થયો છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા પછી ગુજરાત કોંગ્રેસના નેતાઓના નિવેદનો સામે આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહં ગોહિલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા પછી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું એક પણ ફોર્મ રદ ન થાય તેના માટે કોંગ્રેસ પાર્ટીએ કાળજી રાખી હતી, પરંતુ કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મ રદ થાય તેના માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ગોહિલે કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં ભાજપને જાકારો મળી રહ્યો છે તેનો આ ડર છે.

નવસારી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને સિનિયર નેતા નૈષધ દેસાઇએ આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચનું આ એક

સુરત લોકસભા બેઠક પર ભાજપે મુકેશ દલાલને ઉતાર્યા છે તો કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી. ગુજરાતમાં 7 મે 2024ના દિવસે મતદાન થવાનું છે એના માટે 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારોએ ફોર્મ ભરવાના હતા અને 20 એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. ચૂંટણી પંચના અધિકારીઓએ એર પત્રમાં કહ્યુ હતું કે, નિલેશ કુંભાણીના ફોર્મમાં જે ટેકેદારોના નામ છે તેમનું એફિડેવીટ મળ્યું છે કે, અમે આ ફોર્મ પર સહી કરી નથી.

શનિવારે કલેકટર કચેરીએ હોબાળો મચ્યો હતો અને નિલેશ કુંભાણીએ કલેકટર પાસે 1 દિવસનો સમય માંગ્યો હતો, કારણકે ત્રણેય ટેકેદારો ગાયબ થઇ ગયા હતા. રવિવારે સવારે 9 વાગ્યે કલેકટર ઓફિસમાં સુનાવણી શરૂ થઇ, પરંતુ ટેકેદારો હાજર નહોતા રહ્યા એટલે કુંભાણીનું ફોર્મ રદ કરી દેવમાં આવ્યું છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond