દેડિયાપાડા મુકામે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Wednesday, March 6, 2024

દેડિયાપાડા મુકામે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

 



दशपुत्रसमा कन्या दशपुत्रान्प्रवर्धयन्।
यत्फलं लभते मर्त्यस्तल्लभ्यं कन्ययैकया॥
નારી શક્તિ વંદના અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi ના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો. જેમાં 13,000 થી વધુ સ્વ સહાય જૂથની 1 લાખ 30 હજારથી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય આપવામાં આવી.
વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત 'નારી વંદન' કાર્યક્રમ પીઠા ગ્રાઉન્ડ, ડેડિયાપાડા ખાતે માનનીય શ્રી Bhupendra Patel જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના આગમન બાદ સ્વાગત પ્રવચન યોજાયું.નારી શક્તિ વંદના કાર્યક્રમમાં લાભાર્થી સાથે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા.
લાભાર્થી બહેનોએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીજી અને ભૂપેન્દ્ર ભાઈની સરકારની નિશ્રામાં અમારી જેવી નાનામાં નાની બહેનો નો પણ ઉત્કર્ષ થયો છે.અમે મોદી સરકારની મહિલાઓ માટેની યોજનાઓની જાણકારી તો મળે જ છે સાથે સાથે તેનો લાભ પણ મળી રહ્યો છે.જેથી અમે પગભર અને આત્મ નિર્ભર બની શક્યા છીએ.

આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા સહીત અનેક મહાનુ ભાવો હાજર રહ્યા.

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond