ભાજપે ગુજરાતમાં એવો માહોલ ઉભો કર્યો કે કોંગ્રેસ માનસિક રીતે જ હારી ગઇ - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Friday, March 15, 2024

ભાજપે ગુજરાતમાં એવો માહોલ ઉભો કર્યો કે કોંગ્રેસ માનસિક રીતે જ હારી ગઇ

 

PC: theweek.in

ગુજરાત ભાજપમાં હજુ પણ ભરતી મેળો ચાલે છે અને ભાજપે એવો માહોલ ઉભો કર્યો છે જેને કારણે કોંગ્રેસના નેતાઓની ચૂંટણી લડવાની હિંમત રહી નથી. એમ કહીએ તો ખોટું નથી કે કોંગ્રેસે માનસિક રીતે હાર સ્વીકારી લીધી છે.

જો કે, રાજકારણના જાણકારોનું કહેવું છે કે, કોંગ્રેસે એ વાત યાદ રાખવી જોઇએ કે જનસંઘ અને ભાજપનો હારનો ઇતિહાસ પણ કઇંક આવો જ હતો. અત્યારે ભાજપ જે રીતે જીતી રહ્યું છે એ જ રીતે 3-4 દાયકા પહેલાં કોંગ્રેસ પણ જીતતું હતું.

1984માં ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો પર કોંગ્રેસ જીતી હતી અને એક માત્ર મહેસાણાની બેઠક પરથી એ કે પટેલે જીત મેળવી હતી. 1989માં ભાજપે 12 બેઠકો, જનતા દળે 11 બેઠકો પર અને કોંગેસે 3 બેઠકો પર જીત મેળવી હતી. એ પછી 1991માં ભાજપે 20 બેઠકો પર જીત મેળવી અને જનતા દળ 1 અને કોંગ્રેસને 5 બેઠકો મળી હતી.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond