Chaitar Vasava ની આગોતરા જામીન અને શકુંતલાબેનની જામીન અરજી પર ગુરુવારે થશે સુનવણી - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Wednesday, November 8, 2023

Chaitar Vasava ની આગોતરા જામીન અને શકુંતલાબેનની જામીન અરજી પર ગુરુવારે થશે સુનવણી

 નર્મદા : AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે ગુનો નોંધ્યો, વનકર્મીઓને  ધમકાવતા મામલો પોલીસ ચોપડે ચઢ્યો - Gujarati News | Narmada police registered  case against aap mla ...

ચૈતર વસાવાના PA અને અન્ય એક આરોપી ખેડૂતના બે દિવસના રિમાન્ડ મંજૂર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામેની પોલીસ કાર્યવાહી મુદ્દે રાજકારણ ગરમાયેલું છે ત્યારે આ મુદ્દે નવા સમાચાર મળી રહ્યાં છે. પોલીસ દ્વારા આ કેસમાં ચૈતર વસાવાના પત્નિ સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જે કોર્ટે ફગાવી દઈ ત્રણેયને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.

બે દિવસના રિમાન્ડ મંજૂૂર

કોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા ચૈતર વસાવાના PA અને ખેડૂતના રિમાન્ડ માટે રિવિઝન અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને ચૈતર વસાવાના PA અને અન્ય એક આરોપી ખેડૂતના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

ચૈતર વસાવા અને તેની પત્નિને જામીન મળશે?
  • તો આવતીકાલે આ કેસમાં ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી અને તેમના પત્નિ શકુંતલાબેન વસાવાની જામીન અરજી પર સુનવણી થશે.
રાજનીતિ ગરમાશે

ચૈતર વસાવાના પત્નિ શકુંતલાબેનની બુધવારે રાતે તબિયત લથડતા રાજપીપળા સિવિલ હોસ્પિટલ બાદ SSG હોસ્પિટલ વડોદરા ખસેડવામાં આવ્યા હતા અને આ તરફ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા અન્ય બે આરોપીઓના રિમાન્ડ મંજૂર થતાં રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવશે.

 

 

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond