
ભાવનગર-બોટાદના સાંસદની પત્રિકા વાયરલ થઈ છે જે બાદ હવે ભરૂચની એક પત્રિકા વાયરલ
ગુજરાતની શિસ્તબદ્ધ ગણાતી ભાજપામાં કાર્યકર્તાઓની રજૂઆતોને સાંભળવામાં નથી આવતી અને તેના કારણે આંતરિક રોષ સ્વરૂપે પત્રિકાઓ વાયરલ થઈ રહી છે જેમાં પદાધિકારીઓ અને નેતાઓ પર આક્ષેપ થઈ રહ્યાં છે. હાલમાં જ ભાવનગર-બોટાદના સાંસદની પત્રિકા વાયરલ થઈ છે જે બાદ હવે ભરૂચની એક પત્રિકા વાયરલ થઈ છે જેમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય પર ગંભીર આરોપો થયા છે.
નિકોડાકાંડ
બે પાનાની વાયલ થયેલી પત્રિકામાં આક્ષેપો થયા છે કે, નિકોડાકાંડમાં સંડોવાયેલા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, ભરૂચ જિલ્લા ભાજપ મંત્રી નિશાન મોદી, ભરૂચ શહેર પ્રમુખ અમીત પટેલ તથા અન્ય સંડોવાયેલી મહિલાઓના સામે જિલ્લા પ્રમુખે કેમ કાર્યવાહી કરી નહી. મહિલા મોરચાના પ્રમુખ પણ સેક્સકાંડમાં સંડોવાયેલા છે, ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલના સેક્સકાંડનો વીડિયો બહાર પડેલો તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા. કેમ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ આ લોકોને સસ્પેન્ડ કરતા નથી.
જિલ્લા પ્રમુખ પર આક્ષેપ
જિલ્લા પ્રમુખ એટલા માટે કાર્યવાહી નથી કરતા કારણ કે, જિલ્લા પ્રમુખ પોતે દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સાથે ખુબ મોટા પ્રમાણમાં સેક્સકાંડ દારૂકાંડમાં સંડોવણી છે. ભાજપ પ્રમુખ સર્કિટ હાઉસમાં સેટલમેન્ટ કરે છે. બિલ્ડરોને ધમકી આપી 10%, 25%, 50% સુધી ભાગીદારી મેળવી લે છે અને ધમકાવે છે. આ લોકો ભરૂચમાં પોતાને સર્વેસર્વા સમજી બેઠા છે તેમને બોલનારું કોઈ નથી. જિલ્લા પ્રમુખે નિકોડાકાંડમાં સંડોવાયેલા મહિલા કાઉન્સેલર અને વોર્ડ નં. 3ના કાઉન્સેલરને સેનેટરી કમિટિના ચેરમેન બનાવવા માટે અને તેમના પતિને જેલમાંથી બહાર કાઢવા માટે આશરે રૂ. 30 થી 40 લાખ લીધાં છે. પત્રિકામાં એવી માંગ કરવામાં આવી છે કે આવા લોકોને તાત્કાલિક ધોરણે પક્ષમાંથી સસ્પેન્ડ કરો.
ધારાસભ્ય પર આક્ષેપ
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ ભ્રષ્ટાચાર શરૂ કરી દીધો છે. ધર્મેશ મિસ્ત્રી મારફત રમેશ મિસ્ત્રી મોટા પ્રમાણમાં હપ્તા લે છે. ધારાસભ્ય સર્કિટ હાઉસમાં બેસી રહે છે. દરરોજ દ્વારકાધીશ હોટલમાં બેસીને નોનવેજ ખાય છે.
મનસખ વસાવા પર આક્ષેપ
પત્રિકામાં આક્ષેપ થયો છે કે, ધર્મેશ મિસ્ત્રી માટે પાર્ટીનો કાયદો નહી નડે કારણ કે તે જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અને સાંસદ મનસુખ વસાવાના ખાસમ ખાસ છે. મનસુખ વસાવા અને મારૂતિસિંહીની રહેમ રાહે મોટા પ્રમાણમાં દહેજમાં લેબર કોન્ટ્રેક્ટ ચાલે છે. મનસુખભાઈ માત્ર ભાજપમાં ધર્મેશ મિસ્ત્રીને લઈને ચાલશે કારણ કે ધર્મેશ મિસ્ત્રી મનસુખભાઈને પૈસા આપે છે. થોડા સમય પહેલા દીપકભાઈ મિસ્ત્રીના ઘરે ED ની રેઈડ પડી હતી. ધર્મેશ મિસ્ત્રી મારફત મનસુખ વસાવાના કહેવાથી કેસને રફેદફે કરી દેવામાં આવ્યો. અન્ય સમાજના લોકો આગળ આવે તેવું મનસુખભાઈ કેમ નથી ઈચ્છતા.
No comments:
Post a Comment