કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24મીએ આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે કાર્યક્રમ - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, October 21, 2023

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24મીએ આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે કાર્યક્રમ

 Home minister Amit Shah breaks silence on Manipur violence, says… - India  Today

ઈફ્કો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્લાન્ટનું આગામી ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

 કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તા. 24 ઓક્ટોબરે અમિત શાહ ઈફ્કો દ્વારા ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલ નેનો ડેપ લિક્વિડ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેવાનું જાણવા મળી રહ્યું છે. 

ગાંધીનગર ખાતે ટોચનાં નેતાઓની બેઠક મળી હતી

તા. 26 નાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત મુલાકાતે હતા. તે દરમ્યાન અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મંત્રી નિવાસમાં ભાજપનાં ટોચનાં નેતાઓની બેઠક મળી હતી.  ગત રોજ સોમવારે મોડી રાત્રે મળેલી આ બેઠક 5 કલાકથી વધુ સમય ચાલી હતી. આ બેઠકમાં અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. 

મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ મોટા પાયે ફેરફારની શક્યતાઓ
તા. 26 ને સોમવારે મોડી રાત્રે યોજાયેલ બેઠક બાદ હવે આગામી સમયમાં સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતાઓ છે. ત્યારે તા. 13 ઓક્ટોમ્બરે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બંને દિલ્હી ગયા હતા. ત્યાં મોવડી મંડળ સાથે બેઠક યોજી હતી.  બેઠક યોજાયાનાં 48 કલાક બાદ પણ ગુજરાતમાં વધુ એક બેઠક યોજાતા લોકમુખે એવું સાંભળવા મળ્યું હતું કે આગામી સમયમાં મોટા પાયે ભાજપમાં ફેરફારની શક્યતાઓ છે. 

પૂર્વ મંત્રીઓને ફરી તક મળશે કે નવા ચહેરાઓને તક મળશે
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠક બાદ જો મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવે તો પૂર્વ મંત્રી તેમજ યુવા ચહેરાઓને તક મળી શકે છે.  જેને લઈ પૂર્વ મંત્રીઓ દ્વારા પોતાનાં માટે અને પોતાને સ્થાન ન મળે તો પોતાનાં ખાસ માણસોને તક મળે તે માટેનાં પ્રયત્નો પણ શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હવે એ જોવાનું રહ્યું કે, ભાજપનું મોવડી મંડળ પૂર્વ મંત્રીઓને ફરી હોદ્દાઓ પર બિરાજમાન કરશે કે નવા ચહેરાઓને તક મળશે તે આગામી ટૂંક સમયમાં ખબર પડશે.

Source:


No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond