
મહિન્દ્રાની ઘણી SUV બ્રાંડની ઘણી કાર જેમ કે Bolero, Scorpioને ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હવે મહિન્દ્રાની એક કારને ઈન્ડિય કાર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી છે. મહિન્દ્રાની કાર XUV700 લૉન્ચ થઈ એને ઘણો ઓછો સમય થયો છે. પણ માર્કેટમાંથી જબરદસ્ત રિસપોન્સને કારણે 1 લાખથી વધારે યુનિટ વેચાઈ ગયા છે. તેથી આ કારને ઈન્ડિયન કાર ઓફ ઘ યર તરીકે પસંદ કરવામાં આવી છે.

ICOTY જ્યુરીએ મહિન્દ્રાની કાર XUV700 પર પસંદગી ઊતારી છે. આ કાર અંગે જ્યુરીનું એવું કહેવું છે કે, ઘણી અન્ય કારની મુલાકાત લીધા બાદ આ વર્ષે ઈન્ડિયન કાર ઓફ ધ યરનો એવોર્ડ ઈન્ડિયામાં જ તૈયાર થયેલી XUV700 ને આપવામાં આવે છે. આ કાર જોયા બાદ એવું લાગે છે કે, ઈન્ડિયન કંપનીઓ હવે વર્લ્ડ ક્લાસ કાર ભારતમાં જ તૈયાર બનાવી રહી છે. XUV700 કારને ઈન્ડિયન કાર ઓફ ધ યર તરીકે પસંદ કર્યા બાદ માલિક આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ અંગે તેમણે એવું લખ્યું છે કે, આ દિવસ મારા માટે ઘણો મોટો છે.
ઈન્ડિયામાં તૈયાર થયેલા વર્લ્ડ ક્લાસ ઉત્પાદનને ઓળખ આપવા માટે, પ્રોત્સાહિત કરવા માટે જ્યુરીનો આભાર. આ કારને ગર્વ સાથે ઈન્ડિયામાં તૈયાર કરી ડીઝાઈન કરાઈ છે. XUV700 માં 2.0 લિટરનું પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. 197bhpનો મેક્સિમમ પાવર અને 380 Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે. જેમાં 2.0 લિટરનું mHawk ડીઝલ એન્જીનનો પણ વિકલ્પ છે. આ સાથે 153bhpનો મેક્સિમમ પાવર અને 420Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે.
આ સિવાય XUV700 માં સ્માર્ટ ડોર હેન્ડલ છે. જે મોશન સેંસર પર કામ કરે છે. આ સિવાય Personalised Safety Alert આપવામાં આવ્યું છે. 80 કિમી પ્રતિ ક્લાકની સ્પીડમાં એક્ટિવ થતું Auto booster Head lamp જેવા અનેક વર્લ્ડ કલાસ ફીચર આપવામાં આવ્યા છે. જેની કિંમત 12.95 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

જોકે, આ અંગે જ્યુરીએ પણ એક ટ્વિટ કરીને માહિતી શેર કરી હતી. જ્યુરીએ કારનો એક ફોટો પણ શેર કર્યો છે. જોકે, હકીકત એવી પણ છે કે, મહિન્દ્રાની આ કાર સંપૂર્ણ રીતે ભારતીય બનાવટની છે. જ્યારે એમાં અનેક આધુનિક ફિચર્સને આવરી લીધા છે.
No comments:
Post a Comment