
DOOGEEએ પોતાના S સીરીઝના રગડ સ્માર્ટફોન માટે એક નવી જાહેરાત કરી છે. ડુઅલ-સ્ક્રીન, નાઈટ વિઝન, કેમેરા-ઇનબેલડ રગડ સ્માર્ટફોન DOOGEE S98 માર્ચ 2022ના અંત સુધી લોન્ચ થશે. DOOGEE કંપનીને સૌથી મજબૂત ફોન બનાવવા માટે ઓળખાય છે. DOOGEE S98માં સૌથી મોટી સ્ક્રીન, સારી બેટરી અને સારો કેમેરો મળશે.

DOOGEE S98 સ્પેશિફિકેશન
DOOGEE S98 એક આકર્ષક ડુઅલ-સ્ક્રીન ડિઝાઈનની સાથે આવશે. ફોનના ફ્રન્ટમાં કોર્નીંગ ગોરિલા ગ્લાસ પ્રોટેક્શનની સાથે 6.3 ઇંચ LCD FHD+ મેન ડિસ્પ્લે અને રિયરમાં યુનિક સ્માર્ટ રાઉન્ડ ડિસ્પ્લે રહેશે. પબેક ડિસ્પ્લેમાં એક કસ્ટમાઈઝ્ડ બેકગ્રાઉન્ડ છે, જેમાં તમે પોતાની પસંદના કોઈ પણ ફોટોનો ઉપાયોગ કરી શકો છો.
રિયર ડિસ્પ્લેનો ઉપયોગ સમય જાણવા માટે, મ્યુઝિક કંટ્રોલ કરવા માટે, બેટરીના સ્તરને ચેક કરવાની સાથે જ અન્ય ઉપયોગ પણ થઇ શકે છે. નવા DOOGEE S98 મીડિયાટેક G96 ઓકટા-કોર પ્રોસેસર પર ચાલશે, જેની ક્લોકીંગ સ્પીડ 2.05GHz છે અને આ 8 GB રેમ અને 256 GB રોમની સાથે આવશે. જેને માઈક્રો એસડી કાર્ડનો ઉપયોગ કરીને વધારી શકાય છે.

DOOGEE S98 કેમેરા
ફોનમાં એક ટ્રીપલ રિયર કેમેરા સેટ અપ છે. જેમાં 64MPનો મુખ્ય સેસર, 20MP નો નાઈટ વિઝન કેમેરા, 8 MPનો વાઈડ એંગલ કેમેરા રહેશે. એક પ્રાથમિક LED ફ્લેશલાઈટ અને ઇન્ફ્રારેડ લાઈટ પાછળની બાજુના સેટઅપને પૂર્ણ કરે છે. હાઈલાઈટીંગ કેમેરા ફીચર નિશ્ચિત રૂપથી 20MP નો નાઈટ વિઝન કેમેરા રહેશે, સેલ્ફી માટે ફ્રન્ટ સાઈટ 16MP નો સેંસર રહેશે.
DOOGEE S98 બેટરી
DOOGEE S98માં 6000mAhની મોટી બેટરી આપવામાં આવશે અને આ 33Wનો ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોન 15W વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે. આ એન્ડ્રોઈડ 12 આઉટ ઓફ દ બોક્સ પર ચાલશે અને કંપની ઓછામાં ઓછી 3 વર્ષની સુરક્ષા આપશે.

DOOGEE S98 રફ એન્ડ ટફ રહેશે
DOOGEE નો આ રગડ સ્માર્ટફોન IP68/IP69K રેટેડ અને MIL-STD-810G સર્ટિફાઈડ રહેશે, તેનો અર્થ એ થાય છે કે, આ વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ અને શોકપ્રૂફ છે અને ખતરનાક પરિસ્થિતિઓમાં પણ કામ કરી શકે છે.
DOOGEE S98ના બીજા ફિચર્સ
અન્ય સારા ફિચર્સ એ છે કે, NFC, ડુઅલ-બેન્ડ વાય-ફાય, બ્લૂટૂથ 5.1, સાઈટ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, વગેરે પણ સ્માર્ટફોનમાં શામેલ છે. જો કે DOOGEE S98 રગડ સ્માર્ટફોન લોન્ચ ક્યારે થશે, તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. અફવા એ છે કે, ફોનને માર્ચ 2022ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે.
No comments:
Post a Comment