
કોમેડી કિંગ કપિલ શર્મા આમ તો ઘણી વખત વિવાદોમાં ઘેરાઈ ચૂક્યો છે પરંતુ, આ વખત તે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના કારણે સતત ટ્રોલ કરનારા લોકોના નિશાના પર છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કપિલ શર્મા પર આરોપ લગાવ્યો હતો કે કોમેડિયન કપિલ શર્માએ પોતાના શોમાં તેમની ફિલ્મને પ્રમોટ કરવા માટે ઇન્વાઇટ કર્યા નહોતા. કપિલ શર્મા વિરુદ્ધ વિવેક અગ્નિહોત્રીની ટ્વીટ બાદ કપિલ શર્માને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

કેટલાક યુઝર્સે તો કપિલ શર્મા અને તેના શૉને બૉયકોટ કરવાની વાત પણ કહી નાંખી. હવે આ બાબતે અનુપમ ખેરે મૌન તોડ્યું છે અને દર્શકોને જણાવ્યું કે આખરે હકીકત શું છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના સ્ટાર અનુપમ ખેરે એક અખબાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમને કપિલ શર્મા શોમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રમોટ કરવા માટે 2 મહિના અગાઉ ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા પરંતુ ફિલ્મ ખૂબ જ સીરિયસ મુદ્દા પર બની છે એટલે તેઓ આ શૉનો હિસ્સો બનવા માગતા નહોતા.
ઇન્ટરવ્યૂમાં અનુપમ ખેરને સવાલ કરવામાં આવ્યો કે, કપિલ શર્મા શૉ એક કોમેડી શૉ છે તે માહોલ એટલો ગાઢ મુદ્દાને ડિસ્કસ કરવાનો છે? આ સવાલ પર અનુપમ ખેરે જવાબ આપ્યો કે ઈમાનદારીથી કહું તો મને શૉ માટે કોલ આવ્યો હતો પરંતુ મેં પોતાના મેનેજરને કહ્યું કે આ ફિલ્મ ખૂબ સીરિયસ છે, હું તેમાં નહીં જઈ શકું. હું અહીં પોતાની વાત રાખવા માગું છું. આ 2 મહિના અગાઉની વાત છે. મને કહેવામાં આવ્યું હતું કે તમે આવો. તો મને લાગ્યું કે હું પહેલા પણ આ શૉમાં જઈ ચૂક્યો છું અને આ એક ફની શૉ છે. ફની શૉ કરવો ખૂબ મુશ્કેલ વાત છે.
અનુપમ ખેરે સ્પષ્ટ કરી દીધું કે તેમને શૉ માટે ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા પરંતુ, ફિલ્મનો મુદ્દો ખૂબ જ સીરિયસ છે અને શૉ કોમેડી બેઝ્ડ છે એટલે તેમણે કપિલ શર્માના શૉમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી ગંભીર ફિલ્મને પ્રમોટ કરવી યોગ્ય ના સમજી. પોતાન ઉપર લાગેલા આરોપોની હકીકત દુનિયા સામે રાખવા માટે કપિલ શર્માએ અનુપમ ખેરનો આભાર માન્યો છે. કપિલ શર્માએ ઇન્ટરવ્યૂનો એક વીડિયો શેર કરતા લખ્યું કે, થેન્ક યુ પાજી અનુપમ ખેર, મારી વિરુદ્ધ ખોટા આરોપોને ક્લિયર કરવા માટે અને એ બધા મિત્રોનો આભાર જેમણે હકીકત જાણ્યા વિના આટલો પ્રેમ આપ્યો. ખુશ રહો. હસતા રહો.
No comments:
Post a Comment