બેફામ ચાલતા રેતીના વાહનો થી થતા અકસ્માત બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયા,રાજપારડી અને ઉમલ્લા પોલીસને કસૂરવાર ઠેરવી - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Tuesday, March 15, 2022

બેફામ ચાલતા રેતીના વાહનો થી થતા અકસ્માત બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયા,રાજપારડી અને ઉમલ્લા પોલીસને કસૂરવાર ઠેરવી

Former Union Minister MB Vasava Resigns From BJP

    સાંસદ મનસુખ વસાવાએ રેતીની ટ્રકની અડફેટે મૃત્યુ પામનારના ભાલોદ ગામની વૃદ્ધાના પરિવારની મુલાકાત લીધી : સાંસદે મરણ જનાર ચંચળબેન પરમાર ના પરિવારજનોને સાંત્વના પાઠવી ન્યાય અપાવવાની વાત કરી હતી.

    ઝઘડિયા તાલુકા માંથી ઓવરલોડ રેતી તેમજ અન્ય ખનીજો ભરીને બેફામ ચાલતા વાહનો થી છેલ્લા પંદર દિવસમાં બે ઈસમો ના મૃત્યુ થયા છે.ગતરોજ ભાલોદ ગામની વૃદ્ધા ચંચળબેન પરમાર પોતાના આંગણામાં શાકભાજી લેવા માટે ઊભી હતી ત્યારે ઓવરલોડ અને ગફલતભરી રીતે રેતીના ટ્રકના ચાલકે તેનું વાહન હંકારી લાવી વૃદ્ધાને અડફેટે લઈ અકસ્માત સર્જી તેનું ઘટના સ્થળે જ મોત નિપજાવ્યું હતું.ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારાના વિસ્તાર માંથી ખનન રેતી તથા અન્ય ખનીજોના વહન માંટે બેફામ બેરોકટોક ચાલતા વાહનો બાબતે સાંસદ મનસુખભાઈ વસાવાએ ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા પોલીસની જવાબદારી નક્કી થાય છે તેમ જણાવ્યું હતું.વધુ એક વૃધ્ધાનું ટ્રકની અડફેટે મોત થતાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા વૃદ્ધાના ભાલોદ ગામે આવી ચંચળબેનના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.મનસુખ વસાવા નર્મદા કિનારાની લીઝ વિસ્તારોમાં બેફામ ચાલતા રેતી વહન માટે ઝઘડિયા,રાજપારડી થી ઉમલ્લા પોલીસ અને કસૂરવાર ઠેરવ્યા છે.અગાઉ પણ સાંસદ દ્વારા બેફામ ચાલતી રેતીની ગાડીઓ બાબતે જવાબદાર વિભાગનું તથા સંકલન સમિતિની બેઠકમાં પણ રજૂઆત કરી હતી તેમ છતાં પોલીસની રહેમ રાહે આવા બેફામ વાહનો ચાલી રહ્યા હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો.

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond