ધ કાશ્મીર ફાઈલ્સના કલેક્શનમાં 3 દિવસમાં 325%નો જબરદસ્ત ઉછાળો, સ્ક્રીન પણ વધારાઈ - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Tuesday, March 15, 2022

ધ કાશ્મીર ફાઈલ્સના કલેક્શનમાં 3 દિવસમાં 325%નો જબરદસ્ત ઉછાળો, સ્ક્રીન પણ વધારાઈ

 

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ નવા રેકોર્ડ્સ અને ઇતિહાસ બનાવી રહી છે. સંભવતઃ બોલિવુડની આ પહેલી ફિલ્મ છે જેના બિઝનેસમાં 3 દિવસમાં 325 ટકાનો વધારો જોવા મળ્યો છે. 11 માર્ચના રોજ રીલિઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું પહેલા દિવસનું કલેક્શન 3.5 કરોડની આસપાસ હતું જે બીજા દિવસે 8.5 કરોડ અને ત્રીજા દિવસે 15.10 કરોડ પર પહોંચી ગયું. પહેલા દિવસે ફિલ્મને આખા દેશમાં માત્ર 600 સ્ક્રીન જ મળી હતી પરંતુ, રવિવાર સુધી ફિલ્મ માટે દર્શકોનું ઝનૂન જોતા સ્ક્રીનની સંખ્યા 600થી વધારીને 2000 કરી દેવામાં આવી.

દરેક શહેરમાં ફિલ્મના શૉ પણ બેગણાથી વધારે કરવામાં આવ્યા. લગભગ 12 કરોડના ખર્ચે અને કોઈ પણ મોટા સ્ટાર વિના બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ 27 કરોડ રૂપિયા કરતા વધારાનો બિઝનેસ કરી લીધો છે. વિવેક રંજન અગ્નિહોત્રીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ કાશ્મીરી પંડિતોના દર્દને રજૂ કરે છે. આ ફિલ્મના વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દર્શકો, ક્રિટિક્સ, અક્ષય કુમાર, કંગના રણૌત સહિત ઘણા સ્ટાર્સ કરી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના જબરદસ્ત વખાણ થઈ રહ્યા છે જેને લઈને લોકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા વધી રહી છે.

15 ફેબ્રુઆરીના રોજ આલિયા ભટ્ટ અને અજય દેવગનની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ રીલિઝ થઈ હતી. મોટા બેનર અને સ્ટારકાસ્ટના કારણે તેને 3600 સ્ક્રીન પર રીલિઝ કરવામાં આવી. ત્યારે તેનું કલેક્શન પહેલા દિવસે 10 કરોડની આસપાસ રહ્યું અને પહેલા વીકેન્ડનું કલેક્શન 39 કરોડ નજીક હતું. તો 'ધ કાશ્મીર ફાઇલ્સ’ને આટલી ઓછી સ્ક્રીન મળ્યા બાદ પણ પહેલા ત્રણ દિવસમાં જ 27.15 કરોડની કમાણી થવાથી 'ગંગુબાઈ કાઠિયાવાડી'થી વધારે હિટ માનવામાં આવી રહી છે.  

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ મુજબ, 11 માર્ચના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી આ ફિલ્મે ભારતમાં ત્રણ દિવસમાં એટલે કે પહેલા અઠવાડિયામાં અત્યાર સુધી કુલ 27.15 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે. ફિલ્મ રીલિઝના ત્રીજા દિવસે (રવિવારે) 15.10 કરોડ, બીજા દિવસે (શનિવારે) 8.50 કરોડ) અને પહેલા દિવસે 3.5 કરોડની કમાણી કરી છે. આ હિસાબે ત્રીજા દિવસે ફિલ્મના બિઝનેસમાં 325.35 ટકા એટલે કે 23.6 કરોડ રૂપિયાનો ગ્રોથ થયો છે.

તો બીજા દિવસે પણ ફિલ્મના બિઝનેસમાં 139.44 ટકાનો ગ્રોથ થયો હતો જે વર્ષ 2020 બાદ કોઈ ફિલ્મનો એક દિવસમાં અત્યાર સુધીનો હાઈએસ્ટ ગ્રોથ છે. આ ફિલ્મમાં અનુપમ ખેર સિવાય મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી, પુનિત ઇસ્સર, મૃણાલ કુલકર્ણી સહિત ઘણા કલાકાર લીડ રોલમાં રહ્યા છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ’મા કાશ્મીરી પંડિતોની એ સમયની કહાનીને દેખાડવામાં આવી છે જ્યારે 90ના દાયકામાં તેમને પોતાનું જ રાજ્ય છોડવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા હતા. ફિલ્મને અભિષેક અગ્રવાલે પ્રોડ્યૂસ કરી છે.

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond