ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલે 3 વર્ષ પુરા કર્યા અને એ પછી વધુ દોઢ વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા છે, હજુ પણ પ્રમુખની જવાબદારી તેમની પાસે જ છે. નવા પ્રદેશ પ્રમુખમાં વિલંબ કેમ થઇ રહ્યો છે એના વિશે રાજકારણના જાણકારો અનેક તર્ક-વિતર્ક આપી રહ્યા છે.
ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, એવું નથી કે ભાજપને કોઇ સક્ષમ પ્રદેશ પ્રમુખ નથી મળતા, પરંતુ આ વખતે લોકશાહી ઢબે પ્રમુખની પસંદગી કરવાનું નક્કી કરાયું છે. 7 ડિસેમ્બર સુધીમાં નવા પ્રમુખ માટે વોર્ડ કક્ષાએ સેન્સ લેવાશે એ પછી 15 ડિસેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ અને 31 ડિસેમ્બર સુધીમાં રાજ્ય કક્ષાએ સેન્સ લેવાશે.
એ પછી 15 જાન્યુઆરી 2025ના દિવસે નવા પ્રમુખનું નામ જાહેર થઇ શકે છે.

No comments:
Post a Comment