ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા ની સંકલન અને વખતો વખત ની રજૂઆત અનુસંધાને ભરૂચ જીલ્લા તંત્ર હફેડું જાગ્યું છે.
દહેજના વજાપરામાં ગેરકાયદે માટી ચોરી કૌભાંડની ગંભીર
ઘટના પ્રકાશમાં આવી છે. ખનન માફિયાઓ દ્વારા લાખો રૂપિયાની માટી ચોરી કરવામાં આવી
રહી હતી. આ ગેરકાયદેસર કૃત્ય સામે તંત્રએ કડક પગલાં લેતા વિશાળ રેડ કરીને 5.2 કરોડના મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શું તંત્ર માત્ર વાહનો નોજ દંડ ભરાવી ને હાશકારો અનુભવશે કે ખનીજ ચોરીની જગ્યા ની યોગ્ય માપણી કરી સંપૂર્ણ ખનીજ ચોરીનો દંડ વસુલવામાં આવશે?
તપાસ અને રેડનું થઇ
જગ્યા:
વજાપરા ગામની સીમમાં અંધારું અને અવાવરુ જંગલ
વિસ્તાર હતો, જ્યાં ખનન માફિયાઓએ તેમના ગેરકાયદેસર કારસાને
છુપાવવાના પ્રયાસો કર્યા હતા.
અધિકારીઓની તપાસ:
ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી અને ભૂસ્તરશાસ્ત્રી
રચના ઓઝાની ટીમે બાતમીના આધારે ગોપનીય યોજના સાથે રેડ હાથ ધરી.
મુદ્દામાલ:
સ્થળ પરથી બે પોકલેન મશીનો અને 18 ડમ્પરો સહિત રૂ. 5.2 કરોડના મૂલ્યનો મુદ્દામાલ કબજે
કરવામાં આવ્યો. માટી ચોરીથી થતી કમાણી પરથી તંત્રએ અંકુશ મૂકી દીધો છે.
તેમજ ખાણ કામ ના કોરડીનેટ લીધા છે.
મુખ્ય હાઇલાઇટ્સ
માટી ખોદકામનું માફિયાગીરી રેકેટ:
કુખ્યાત ખનન માફિયાઓએ સીમમાં મોટા પાયે ખોદકામ કર્યુ
હતુ,
જ્યાંથી હાઇવા ડમ્પરો દ્વારા ચોરી થયેલી માટીનું વહન થતું હતું.
તંત્રીની દેખરેખ:
રેડ સમયે તંત્રે ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનનની
તમામ કામગીરીને અટકાવવા માટે સજ્જ આદેશો આપ્યા હતા.
જમીનની પૃષ્ઠભૂમિ તપાસ:
ખોદકામ કરેલી જમીન સરકારી છે કે 7/12 દસ્તાવેજ અનુસાર આદિવાસીની છે, તે અંગે
ભૂસ્તરવિભાગે વધુ તપાસ શરૂ કરી છે.
ભાજપના આગેવાનોની સંડોવણીની શંકા
ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામના રેકેટમાં
કેટલાક રાજકીય આગેવાનોની સંડોવણીની આશંકા છે. ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને
આગેવાનો રેકેટને બચાવવા માટે મોટા પ્રયત્નો કરી રહ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા
મળ્યું છે.
વિશ્વાસુ ટીમ અને મહિલા અધિકારીઓની હિંમત
ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી અને ભૂસ્તરશાસ્ત્રી
રચના ઓઝાએ હિંમતભેર ખનન માફિયાઓ સામે કામગીરી કરી છે. મહિલા અધિકારીઓ અને તેમની
ટીમે ગોપનીયતા સાથે જંગલ વિસ્તાર સુધી પહોંચીને ખનન માફિયાઓના કાળા કારસાને
જડબાતોડ જવાબ આપ્યો.
તંત્રની સફળતા
રેકેટને ફોડવું:
તંત્રે ખનન માફિયાઓ દ્વારા ચાલી રહેલા કૌભાંડને તોડી
પાડ્યું અને ગેર કાયદેસર ખોદકામ અટકાવવા માટે મજબૂત પગલાં લીધા.
અત્યંત ગંભીર તપાસ:
આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખનન પર તંત્ર હવે સંપૂર્ણ રીતે કડક કાર્યવાહી કરવા મડતું છે. પરતું લોકોમાં એ પણ વાતો થઇ રહી છે કે શું યોગ્ય અને પારદર્શક તપાસ થશે?
પરિણામરૂપે પગલાં
વહિવટી તંત્ર શું આવનારા દિવસોમાં વધુ
એડવાન્સ ઓપરેશન હાથ ધરવામાં આવશે. તેમજ નર્મદા નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનને
સંપૂર્ણ રીતે બંધ કરવાનું લક્ષ્ય છે.?
અધિકારીઓની કામગીરી સાબિત કરે છે કે ખનન માફિયાઓ
વિરુદ્ધ તંત્ર હવે કોઈ પ્રકારની છૂટ આપશે નહીં.?
No comments:
Post a Comment