મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે પુરી થઇ અને 30 વર્ષ પછી પહેલીવાર બમ્પર મતદાન નોંધાયું. મહારાષ્ટ્રમાં સાંજે વાગ્યા સુધી 58 ટકા મતદાન થયું હતું, પરંતુ છેલ્લાં કલાકમાં મતદારોએ ભીડ લગાવી દીધી હતી અને છેલ્લે મતદાન 65.1 ટકા નોંધાયું હતું.
1995માં મહારાષ્ટ્ર વિધાનસભામાં 71.69 ટકા મતદાન થયું હતું. 2019માં 61.4 ટકા મતદાન થયું હતું. 4 ટકા મતદાન વધી જવાને કારણે મહાયુતી ગઠબંધન અને મહાવિકાસ અઘાડી બંને ટેન્શનમાં આવી ગયા છે. છેલ્લે છેલ્લે થયેલું મતદાન કોના તરફી ગયું એની ચિંતા વધી ગઇ છે.
શહેરી વિસ્તારો કરતા ગામડાના લોકોએ ખોખા ખોબા ભરીને મત આપ્યા છે. 23 નવેમ્બરે મતગણતરી થશે ત્યારે ખબર પડશે કે મહારાષ્ટ્રની ગાદી કોના હાથમાં આવી.

No comments:
Post a Comment