મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈ નીતિન પટેલે કહ્યું કે, જો કોઈ તેમને ગુસ્સો અપાવે તો તેને હું ઇનામ આપીશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નીતિન પટેલે કર્યા વખાણ
નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા કહ્યું કે, જો કોઈ તેમને ગુસ્સો અપાવે તો તેને હું ઇનામ આપીશ. તેમણે હડતાળ ઉપર ઉતરેલા તબીબોનું ઉદાહરણ આપતા કહ્યું કે નારાજ તબીબોએ જ્યારે CM સાથે મુલાકાત કરી ત્યારે બહાર હસતા હસતા નીકળ્યા હતા.
'કોઈ તેમને ગુસ્સો અપાવે તો તેને હું આપીશ ઈનામ'
તેમણે કહ્યું હતું કે, ખૂબ લોકપ્રિય તો છે જ અને આવા મુખ્યમંત્રી હુ નથી માનતો કે આપણને મળે. હંમેશા હસતા જ રહે છે. ક્યારે પણ નારાજ નહી તેમજ એમને ગુસ્સે કરે તેને હું ઈનામ આપીશ. બોલો કોઈ મુખ્યમંત્રીને કોઈ ગુસ્સે ના કરી શકે. ગમે તેવો નારાજ આવ્યો હોય તેમજ ગમે તેવા ગુસ્સાથી આવ્યો હોય પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસસા હસતા બહાર જાય છે
No comments:
Post a Comment