રાજ્યમાં આદિવાસી સમાજની દીકરીઓ સાથે જે ઘટનાઓ બની રહી છે તેથી મનસુખ વસાવા બગડ્યા - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, September 7, 2024

રાજ્યમાં આદિવાસી સમાજની દીકરીઓ સાથે જે ઘટનાઓ બની રહી છે તેથી મનસુખ વસાવા બગડ્યા

 

મનસુખ વસાવા એ સોસીઅલ મીડિયા માં પોસ્ટ મૂકી ને મોટો ઘટ સ્ફોટ કર્યો છે. તેમને શું કહ્યું જાણો


નસવાડી તાલુકાના ડુંગરા ભીલ સમાજની યુવતીએ આત્મહત્યા કરી છે. આ મામલે પોલીસતંત્ર દ્વારા તટસ્થ રહી સારી કામગીરી કરવામાં આવી છે. પરિવારજનોની ફરિયાદના આધારે આરોપી મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ વિસ્તારના આદિવાસી સમાજમાં આવી અનેક પ્રકારની ઘટનાઓ વારંવાર ઘટતી રહે છે.

 

દીકરીનો પરિવાર સમગ્ર ઘટનાથી ખૂબ દુઃખી છે. પરિવારજનોને સાંત્વના આપવા માટે આજે મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન ડુંગરા ભીલ સમાજના ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા. મારી સાથે છોટા ઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અભેસિંહભાઈ તડવી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સાથે મળીને શ્રદ્ધાંજલિ આપી.

 

સાથે બધા પાસે અમે એક અપેક્ષા રાખીએ છીએ કે, આવા ષડયંત્ર કરનાર સામે સરકાર કે પોલીસ તો કાયદેસરની કાર્યવાહી કરે જ છે. પરંતુ આવા ષડયંત્રકારિયો સામે સામાજિક જાગૃતતા આવે એ પણ જરૂરી છે. આ અંગે અમે હાજર લોકો સાથે વાત કરીને જાણકારી આપી. અમે જણાવ્યું કે લોકો શિક્ષિત બને, સંગઠિત બને. આવા આદિવાસી સમાજ વિરોધી લોકોને ઓળખીને, તેમના વિરુદ્ધ પગલાં લેવાની જરૂરિયાત છે. સમાજમાંથી ભોગ બનનારી દીકરીઓના સગાઓમાં સામાજિક જાગૃતિ આવે તે માટે અન્ય લોકોએ આગળ આવવાની જરૂરિયાત છે એ પ્રકારની પણ વાત કરી.

 

બીજો એક કિસ્સો શુક્રવારે નસવાડીમાંથી સામે આવ્યો. જેમાં વસાવા સમાજની એક દીકરીને પણ મુસ્લિમ યુવકની જેમ ભરવાડ સમાજના એક યુવકે ષડયંત્ર કરીને ફસાવી હતી. દીકરીને ફસાવીને વારંવાર તેના પર પણ બળાત્કાર કર્યો છે. આ અંગેની પણ ફરિયાદ થઈ છે અને ફરિયાદના આધારે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી થાય એમ પોલીસને અમે જણાવ્યું છે.

 

રાજ્યમાં આદિવાસી સમાજની દીકરીઓ સાથે આવી અનેક ઘટનાઓ બની રહી છે. એટલે આખા સમાજને મારી અપીલ છે કે સમાજે આ પ્રકારની ઘટનાઓ માટે સંગઠિત થવું પડશે. મારી આ અપીલ માત્ર આદિવાસી સમાજ પૂરતી જ નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજમાં પણ આવી ગંભીર ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવતી રહે છે, પરંતુ કોઈક ના કોઈક કારણવસ બધાં કિસ્સાઓ બહાર આવતા નથી.

 

ત્રીજી ઘટનામાં એક મુઝાવર(કબ્રસ્તાનનો રખેવાળ) એ વડોદરા સ્થિત માનસિક અવસ્થા ધરાવતી એક દીકરીની સારવાર કરવા માટે સાથે આવતી યુવતીનો ગેર ફાયદો ઉઠાવી તેની સાથે વારંવાર બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલ હતું. આવી અનેક ઘટનાઓ સમગ્ર ગુજરાતમાં હિન્દુ સમાજની દીકરીઓ, મહિલાઓ સાથે બની રહી છે. તો તેના માટે સમગ્ર હિન્દુ સમાજે જાગૃત થવાની ખૂબ જરૂરિયાત છે.

 

Source:

 

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond