આર્કિયોલોજિસ્ટ મોહમ્મદે કેમ કહ્યું- કાશી અને મથુરા હિંદુઓને સોંપી દેવા જોઇએ - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, September 28, 2024

આર્કિયોલોજિસ્ટ મોહમ્મદે કેમ કહ્યું- કાશી અને મથુરા હિંદુઓને સોંપી દેવા જોઇએ

 

PC: deccanherald.com

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર જ્ઞાનવાપી કેસ લગાતાર વિવાદમાં છે અને મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહનો મામલો ચર્ચામાં રહે છે. કોર્ટમાં સુનાવણીઓ પણ ચાલી રહી છે. એવા સમયે દેશના જાણીતા આર્કિયોલોજીસ્ટ કે કે મોહમ્મદે મોટું નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે, કાશી અને મથુરાને લઇને જે મસ્જિદનો વિવાદ ચાલે છે, તેનું એક જ સમાધાન છે  કે, આ બંને મસ્જિદો હિંદુ સમાજને સોંપી દેવી જોઇએ. તેમણે કહ્યું કે, મુસલમાનોએ હિંદુઓનો આભાર માનવો જોઇએ કે, હિદુઓને કારણે જ ભારત આજે ધર્મ નિરપેક્ષ દેશ છે. મુસલમાનો માટે પાકિસ્તાન બન્યું હતું.

કે,કે, મોહમ્મદે કહ્યું કે,બધા ધર્મગુરુઓએ ભેગા થઇને કાશી- મથુરાની મસ્જિદ હિંદુઓને સોંપી દેવી જોઇએ. આર્કિયોલોજીસ્ટ કે કે મોહમ્મદે અયોધ્યા રામ મંદિર માટે પણ મોટી ભૂમિકા ભજવી હતી.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond